• ફરી એકવાર 3 સિંહો જંગલ વિસ્તારમાંથી રેવન્યુ વિસ્તારમાં ઘુસ્યા
  • સુલતાનપુર પાસે મેઘાપીપળીયા અને દેવલકા ગામની સીમમાં આંટા ફેરા કરી રહ્યા છે
  • સિંહણ ઈજા ગ્રસ્ત થઈ હોય વન વિભાગની ટીમ તેના પર વોચ રાખી રહી છે

WatchGujarat. ગોંડલ તાલુકામાં ફરી એક વાર સિંહો આવી ચડયા છે. સુલતાનપુર નજીકનાં ગામમાં એક માદા અને બે બચ્ચા સાથેનો પરિવાર ખેતરોમાં જોવા મળ્યો હતો. જેને લઈને સ્થાનિક લોકો સાવચેત બન્યા છે. કુંકાવાવ પંથકમાંથી આ સિંહો આવ્યા હોવાનું વન વિભાગનું અનુમાન છે. સિંહોએ મેઘાપીપળીયા ગામ નજીક પડાવ નાખ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાંવ્યુ છે. જો કે જો કે હજુસુધી સિંહોએ કોઈ મારણ કર્યાના અહેવાલ મળ્યા નથી. પણ આમ છતાં ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

અગાઉ ગોંડલ પંથકમાં સિંહોએ વસવાટ કરતા વન વિભાગની ટીમે રેસ્કયુ કરી જંગલમાં છોડી મુકયા હતા ત્યાં ફરી એકવાર 3 સિંહો જંગલ વિસ્તારમાંથી રેવન્યુ વિસ્તારમાં ઘુસ્યા છે. સુલતાનપુર પાસે મેઘાપીપળીયા અને દેવલકા ગામની સીમમાં આંટા ફેરા કરી રહ્યા છે. આજે વાડી વિસ્તારમાં ખુલ્લામાં સિંહ પરિવાર જોવા મળતા ગામ લોકો સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં વાડીમાં એકત્ર થયા હતા. અને ઘરઆંગણે સિંહદર્શન કરવાનો લ્હાવો લીધો હતો. આ દરમિયાન લોકોમાં ભયની લાગણી પણ જોવા મળી હતી.

સિંહોનાં આંટાફેરાને લઈને વાડીઓમાં કામ કરનારા ખેડૂતો એલર્ટ બન્યા છે. એક સિંહણ અને બે બચ્ચા સાથે ફરી રહયા છે. સિંહણ ઈજા ગ્રસ્ત થઈ હોય વન વિભાગની ટીમ તેના પર વોચ રાખી રહી છે. આગામી દિવસોમાં આ સિંહ પરિવાર કઈ દિશામાં જાય છે તેનો અભ્યાસ કર્યા બાદ જરૂર પડ્યે આ ત્રણેય સિંહોને પણ રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવનાર હોવાનું વેન વિભાગના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જોકે જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવતા સિંહો ચિંતાનો વિષય હોવાનું સિંહપ્રેમીઓ જણાવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud