• મોટા ગુંદાળા ગામના નેશનલ હાઈ-વેનાં પુલ પર રવિવારે બપોરનાં સુમારે નેશનલ હાઈવે ઓથોરિટીનો મેન્ટેન્સ વિભાગનો એક ટ્રક રોડ સફાઈની કામગીરી કરતો હોય ધીમેધીમે ચાલતો
  • જેતપુર બાજુથી પુરપાટ ઝડપે આવેલ એક સ્કોડા કાર પાછળથી ધડાકાભેર અથડાતા ચાલકે ટ્રક ઉભો રાખી પાછળ જોતા કારનો આગળનો ભાગ ભુક્કા બોલી ગયો
  • રેઢી પડેલ આ કારમાંથી ત્યાંથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ જેટલી બોટલો લેવાય તેટલી ચોરીને લઈ ગયા

WatchGujarat.  મોટા ગુંદાળા નેશનલ હાઇવે પર દારૂ ભરેલી કારનો અકસ્માત થતા દારૂની રેલમછેલ થઇ ગઈ હતી. જેમાં દારૂની પેટીઓ જોતાં લોકોએ દારૂ લેવા પડાપડી કરી હતી. જેનાં વિડીયો વાયરલ થતા જ પોલીસે આ સ્થળની આસપાસનાં વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં થોડા ચોરાઉ જથ્થા સાથે હાઈ-વે ઓથોરીટીનાં કોન્ટ્રાકટરનાં 4 કર્મચકરીઓ ઝડપાયા છે. જોકે અન્ય ઘણા લોકો બોટલો લઈને નાસી છૂટ્યા હોય પોલીસે ચેકીંગ ચાલુ રાખ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર મોટા ગુંદાળા ગામના નેશનલ હાઈ-વેનાં પુલ પર રવિવારે બપોરનાં સુમારે નેશનલ હાઈવે ઓથોરિટીનો મેન્ટેન્સ વિભાગનો એક ટ્રક રોડ સફાઈની કામગીરી કરતો હોય ધીમેધીમે ચાલતો હતો. દરમીયાન જેતપુર બાજુથી પુરપાટ ઝડપે આવેલ એક સ્કોડા કાર પાછળથી ધડાકાભેર અથડાતા ચાલકે ટ્રક ઉભો રાખી પાછળ જોતા કારનો આગળનો ભાગ ભુક્કા બોલી ગયો હતો. સાથે જ કારમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોવાથી કારનો ચાલક પોલીસમાં ઘટના સ્થળેથી નાસી ગયો હતો.

દરમિયાન રેઢી પડેલ આ કારમાંથી ત્યાંથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ જેટલી બોટલો લેવાય તેટલી ચોરીને લઈ ગયા હતા. થોડીવારમાં દારૂ ભરેલ કારના અકસ્માતની જેતપુર તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલીક બનાવસ્થળે પહોંચી હતી. જો કે પોલીસે તપાસ કરતા માત્ર બે પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ બંને પેટી કબ્જે કરી દારૂ ચોરી જનાર વાહનચાલકો અને રાહદારીઓ સામે તપાસ હાથ ધરી હતી. જેમાં ધોરાજી તરફ જતાં વાહનો દારૂ ચોરી ગયા હોવાની જાણ થઇ હતી.

ઘટના અંગે જેતપુર પોલીસ દ્વારા ધોરાજી પોલીસને કરતા ધોરાજી પોલીસ દ્વારા હાઈ વે પર ચેકીંગ હાથ ધરવમાં આવ્યું હતું. જેમાં નેશનલ હાઈવે ઓથોરિટીનો મેન્ટેનન્સ વિભાગના કોન્ટ્રાકટરનો ટ્રક ત્યાંથી પસાર થતા તેને થોભાવી તલાશી લેતા તેમાંથી 26 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ ચોરી જનાર ટ્રકચાલક દિનેશ મિયાત્રા, મયુર દેગામા, ભુપત કુળેચા અને પ્રફુલ ડાભીની ધરપકડ કરી હતી. તેમજ ટ્રકચાલકની ફરીયાદ પરથી અજાણ્યા કાર ચાલક સામે પુરપાટ ઝડપે કાર ચલાવવા તેમકજ દારૂની હેરાફેરીનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud