• શહેરની સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ખડકલા થતાં હોઇ તાજેતરમાં તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ લાલ આંખ કરી હતી
  • સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતાં એક પ્યુન કિશન જેન્તીભાઇ બોરીચા ઉપર ખાનગી એમ્બ્યુલન્સવાળા શખ્સે હુમલો કરી ઝપાઝપી કરી ઢીકાપાટુનો ઢોર માર માર્યો
  • બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસ મથકમાં નોંધ કરાવી

WatchGujarat. શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી એમ્બ્યુલન્સ ચાલકની દાદાગીરીની ઘટના સામે આવી છે. જેમાં ઇમર્જન્સી વિભાગમાં ખાનગી એમ્બ્યુલન્સ ચાલકના ફોન નંબર મામલે બઘડાટી બોલી હતી. અને પટ્ટાવાળાએ એક દર્દીના સગાને ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકના નંબર આપ્યા હતા. જેને લઈને બરાબર આ સમયે ત્યાં ઉભેલો બીજી ખાનગી એમ્બ્યુલન્સનો ચાલક રોષે ભરાયો હતો. અમે હું અહી ઉભો છું તો બીજાનાં નંબર  કેમ આપ્યા? કહીને બોલાચાલી કર્યા બાદ પટ્ટાવાળાની ધોલાઈ કરી નાખી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરની સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સના ખડકલા થતાં હોઇ તાજેતરમાં તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ લાલ આંખ કરતાં તમામ ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો, ડ્રાઇવરો પોતાની ગાડીઓને બહાર લઇ જવા મજબૂર થયા હતાં. જો કે એ પણ હકિકત છે કે ખાનગી એમ્બ્યુલન્સને બહાર કઢાયા પછી સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી દર્દીના સગાઓને સત્વરે એમ્બ્યુલન્સ મળી શકતી ન હોવાથી દર્દીઓના સગા બહાર જઇને ખાનગી એમ્બ્યુલન્સ ભાડે બાંધવા મજબૂર થાય છે. આ દરમિયાન સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતાં એક પ્યુન કિશન જેન્તીભાઇ બોરીચા ઉપર ખાનગી એમ્બ્યુલન્સવાળા શખ્સે હુમલો કરી ઝપાઝપી કરી ઢીકાપાટુનો ઢોર માર મારતાં સારવાર માટે ઇએનટી વિભાગમાં દાખલ કરાયો છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. પ્યુન કિશનના કહેવા મુજબ તેની પાસે એક દર્દીના સગાએ એમ્બ્યુલન્સવાળાના નંબર માંગતા તેણે ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકના નંબર આપ્યા હતાં. આ વખતે બીજા એમ્બ્યુલન્સવાળા કે જે પણ ખાનગીમાં એમ્બ્યુલન્સ ચલાવે છે તેણે વાંધો ઉઠાવ્યો હતો. અને ‘હું અહિ ઉભો છું ને તું એના નંબર શું કામ આપે છે?’ કહી બોલાચાલી બાદ ઝપાઝપી કરી મારકુટ કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud