ગતરાત્રે 10 વાગ્યા આસપાસ શહેરનાં ટ્રાફિકથી ઘમઘમતા મુખ્ય માર્ગ અને પોશ વિસ્તાર ગણાતા અમીન માર્ગ ઉપર લૂંટની ઘટના બની
બાઈક ઉપર આવેલા ત્રણ લૂંટારું એક વૃદ્ધ વેપારીનાં બાઈક પરથી રૂ.70 હજારની રોકડ ભરેલી થેલી લઈ ફરાર થઈ ગયા
શહેરમાં ધંધા વેપાર કરીને ઘરે જતા વેપારીને લૂંટારૂઓએ શિકાર બનાવતા વેપારીઓમાં અસલામતીની લાગણી ફેલાઇ
WatchGujarat. ગુનાખોરી ઘટવાનાં પોલીસનાં દાવાઓ વચ્ચે પણ શહેરમાં રોજબરોજ ગંભીર ગુનાઓ બની રહ્યા છે. ત્યારે હવે પોશ વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે. જેમાં અમીન માર્ગ પર બાઇક પર જઈ રહેલા વૃદ્ધ વેપારીને નિશાન બનાવી લૂંટારુઓ 70 હજારની રોકડ ભરેલો થેલો લઈ ફરાર થયા છે. બનાવ અમીન માર્ગ પર આવેલા પટેલ આઈસ્ક્રીમ પાસે બન્યો છે. જેમાં 3 લૂંટારૂઓ બાઈક ઉપર આવ્યા હતા. બનાવના પગલે માલવીયાનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ ગતરાત્રે 10 વાગ્યા આસપાસ શહેરનાં ટ્રાફિકથી ઘમઘમતા મુખ્ય માર્ગ અને પોશ વિસ્તાર ગણાતા અમીન માર્ગ ઉપર લૂંટની ઘટના બની છે. જેમાં બાઈક ઉપર આવેલા ત્રણ લૂંટારું એક વૃદ્ધ વેપારીનાં બાઈક પરથી રૂ.70 હજારની રોકડ ભરેલી થેલી લઈ ફરાર થઈ ગયા હતા. દિવાળીનો તહેવાર નજીક હોય, તમામ મુખ્ય રસ્તા અને બજારો મોડી રાત સુધી ધમધમતી હોય ત્યારે જ લૂંટારુંઓએ પોલીસને પડકાર ફેંક્યો છે.
વેપારીનાં જણાવ્યા મુજબ, તેઓ બાઈક પર જઈ રહ્યા હતા. અને તેમણે પોતાની બાઈક પર રોકડ ભરેલી થેલી લટકાવી હતી. દરમિયાન લૂંટારૂઓ અચાનક આવ્યા હતા. અને તેઓ કંઈપણ સમજે તે પહેલાં જ છરી વડે થેલી કાપી રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. ભોગ બનેલ આ વેપારી ટુટી ફૂટીનો વ્યવસાય કરે છે. શહેરમાં ધંધા વેપાર કરીને ઘરે જતા વેપારીને લૂંટારૂઓએ શિકાર બનાવતા વેપારીઓમાં અસલામતીની લાગણી ફેલાઇ છે. અને આવા બનાવોને અટકાવવા સઘન પેટ્રોલિંગની માંગ ઉઠી રહી છે.