ફોર્ચ્યુન હોટેલ પાછળ આશ્રય ગ્રીનસિટી ગેટ-2 પાસે આવેલા ગેરેજ નજીક એક યુવક રાત્રીના 9 વાગ્યે દોડતો આવ્યો અને કાર સાથે અથડાઇ ઢળી પડ્યો
યુવકને ગળાના ભાગે ઊંડો ઘા લાગ્યો હોય લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો
પોલીસે આ અંગે તપાસ કરતાં મૃતક યુવકે સાંજે 5 વાગ્યે તેના વતન બલરામપુરમાં તેના પરિવારને રૂ.5 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું
WatchGujarat. શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. અને એક બાદ એક લૂંટ, દુષ્કર્મ તેમજ હત્યાનાં બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 150 ફૂટ રિંગ રોડ પરની આશ્રય ગ્રીનસિટી નજીક એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો, તેને ગળાના ભાગે કુહાડીનો ઘા ઝીંકવામાં આવ્યો હતો, યુવાન હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાનાં સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કુહાડીનાં ઘા ઝીંકાયા બાદ ભાગતો યુવક ધડાકાભેર કાર સાથે અથડાઈ ઢળી પડ્યો હતો. હાલ તો પોલીસે તેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
https://youtu.be/SSk5SVouHkA
જાણવા મળી રહેલી વિગત અનુસાર, ફોર્ચ્યુન હોટેલ પાછળ આશ્રય ગ્રીનસિટી ગેટ-2 પાસે આવેલા ગેરેજ નજીક એક યુવક રાત્રીના 9 વાગ્યે દોડતો આવ્યો હતો. અને કાર સાથે અથડાઇ ઢળી પડ્યો હતો. આ દ્રશ્યોને જોઈને સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. અને 108ને જાણ કરવામાં આવી હતી. યુવકને ગળાના ભાગે ઊંડો ઘા લાગ્યો હોય લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે ત્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ અંગેની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો પણ દોડી ગયો હતો. તપાસ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી મવડી વિસ્તારની મોબાઇલની દુકાનનું એક બિલ મળી આવ્યું હતું, પોલીસે આ અંગે તપાસ કરતાં મૃતક યુવકે સાંજે 5 વાગ્યે તેના વતન બલરામપુરમાં તેના પરિવારને રૂ.5 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં યુવક જ્યાં ઢળી પડ્યો તેની આગળની શેરીમાંથી તે દોડતો દોડતો આવ્યો હતો અને તે શેરીમાં ત્રણ શખ્સ દોડીને ભાગતા નજરે પડ્યા છે. જેને લઈને યુવકની હત્યામાં તે ત્રણ શખ્સની સંડોવણીની આશંકા સેવાઇ રહી છે. જો કે મૃતકની ઓળખ મળ્યા બાદ જ હત્યારાઓ સુધી પહોંચી શકાય તેમ હોય પોલીસ દ્વારા તે માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, હત્યાનો ભોગ બનેલો આ યુવક ઉત્તરપ્રદેશના બલરામપુરનો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને તેના હત્યારાઓ પણ પરપ્રાંતીય હોવાની આશંકા હોવાથી આરોપીઓ તેના વતન કે અન્ય કોઇ સ્થળે ભાગી જાય તેવી શંકાએ પોલીસે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમજ શહેર બહાર જવાના હાઇવે પર પરપ્રાંતીયોની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.