પ્રેમી માતાને મારી રહ્યો હોવાનું જોઈ ગયેલા પુત્રએ, માતાના પ્રેમીનું ઢીમ ઢાળી દિધું
સગીર વયના પુત્રએ છરીના ઉપરા-છાપરી ચારેક ઘા ઝીંકી માતાના પ્રેમીને પતાવી દિધો
પરિણીતાનો સગીર વયનો પુત્ર હાજર થતા પોલીસ દ્વારા તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. શહેરમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ ચોરી, લૂંટ અને હત્યાનાં બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે થોરાળા વિસ્તારમાં વધુ એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. પ્રેમી માતાને મારી રહ્યો હોવાનું જોઈ ગયેલા પુત્રએ જ છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પ્રાથમિક તારણ હાલ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યારા પુત્રને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે આસપાસનાં વિસ્તારોમાં પણ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જાણવા મળતી વિગતો અનુસાર ભગવતીપરામાં રહેતા સમીર બુખારી નામના યુવકને છેલ્લા થોડા વર્ષોથી એક પરણિતા સાથે પ્રેમ સંબંધ હતો. આ અંગે પરિણીતાનાં 16 વર્ષનાં પુત્રને પણ જાણ હતી. જો કે આજે સમીર નશાની હાલતમાં આવતા પરિણીતા સાથે ઝઘડો થયો હતો. જેમાં સમીર પરિણીતાને માર મારવા લાગ્યો હતો. આ જોઈને પરિણીતાનાં પુત્રએ સમીરને અટકાવવાનો પ્રયાસ કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન પ્રેમિકાના સગીર પુત્રએ છરી કાઢી ચારેક ઘા ઝીંકી દેતા સમીર લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો.
ઘટનાને પગલે આસપાસનાં લોકોની મદદથી પરિણીતા દ્વારા સમીરને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં ટૂંકી સારવાર બાદ સમીરે દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગેની જાણ થતાં જ થોરાળા પોલીસનો કાફલો દોડી ગયો હતો. તેમજ પંચનામા સહિતની જરૂરી કાર્યવાહી બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. અને પરિણીતાનો સગીર વયનો પુત્ર હાજર થતા પોલીસ દ્વારા તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.