• આશરે પાંચેક વર્ષ પહેલા આરોપી ભરત ઉર્ફે ભુરાને કેશોદ મુકામે તેની પ્રેમીકાને મળવા જતો હતો
  • નીલેશ ઉર્ફે ભદો તથા તેના મિત્રો રહેતા હોય આરોપી ભુરો અવાર-નવાર તે વિસ્તારમાં તેની પ્રેમીકાને મળવા જતો આવતો હોય જેનો ખાર રાખી નિલેષ તથા તેના મિત્રોએ આરોપી ભરત ઉર્ફે ભુરાને માર માર્યો હતો
  • જેનો ખાર રાખી આરોપીએ નિલેશની હત્યા કરવાનો કારસો ઘડયો
  • પોલીસે લાશ મળી તેની આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા રિક્ષામાં આવી કોઈ લાશ નાખી ગયાનું ખુલ્યું

WatchGujarat. તાજેતરમાં શાપરના શીતળા મંદિર પુલિયા નીચેથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. જેમાં પ્રેમ પ્રકરણમાં અગાઉ માર પડ્યો હોય, તેનો ખાર રાખીને પોરબંદરના ભરત ચાંચીયાએ ત્રણ મિત્રો સાથે મળી શાપરના નિલેશની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય એલસીબીએ આ મામલે બે શખ્સોને ઝડપ્યા છે. અને અન્ય બે ફરાર ઈસમોને દબોચી લેવા તપાસ હાથ ધરી છે. આરોપીઓએ પાઇપના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ લાશને રિક્ષામાં નાખી પુલિયા નીચે ફેંકી હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે.

આ બનાવ અંગેની વિગતો આપતા જિલ્લા પોલીસ વડા બલરામ મીના દ્વારા જણાવાયું હતું કે, ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા આજથી આશરે પાંચેક વર્ષ પહેલા આરોપી ભરત ઉર્ફે ભુરાને કેશોદ મુકામે તેની પ્રેમીકાને મળવા જતો હતો. અને તે વિસ્તારમાં મૃતક નીલેશ ઉર્ફે ભદો તથા તેના મિત્રો રહેતા હોય આરોપી ભુરો અવાર-નવાર તે વિસ્તારમાં તેની પ્રેમીકાને મળવા જતો આવતો હોય જેનો ખાર રાખી નિલેષ તથા તેના મિત્રોએ આરોપી ભરત ઉર્ફે ભુરાને માર માર્યો હતો. જેનો ખાર રાખી આરોપીએ નિલેશની હત્યા કરવાનો કારસો ઘડયો હતો.

દરમિયાન તા. 22 નવેમ્બરે શાપર વેરાવવળમાં ભરત ઉર્ફે ભુરો તેના મિત્ર ચીરાગ જોશીને મળવા આવ્યો હતો. ત્યારે નીલેશ સોંદરવાને જોઈ જતા ચિરાગ, સોહીલ જલવાણી અને જીજ્ઞેશ ઉર્ફ ભયલીને બોલાવી તેણે નિલેશની હત્યા કરવા માટેનું કાવતરૂ રચ્યું હતું. જે મુજબ આરોપી ચિરાગ નિલેશને તેના ઘરે બોલાવવા ગયો હતો. નિલેશ તેના બાઈક પર આવ્યો અને ચિરાગ રિક્ષામાં, સ્થળ પર પહેલાથી ભુરો અને સોહિલ તેમજ જીજ્ઞેશ હાજર હતા. બાદમાં થોડીવાર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. પછી ભરતે પાઇપ કાઢી આડેધડ ઘા ઝીંક્યાં હતા. એટલું જ નહીં ત્રણેયે મૃતકને ઢસડીને ઢોર માર માર્યો હતો. બાદમાં નિલેશ મરી ગયો છે તે પાક્કું કરી લાશને રિક્ષામાં લઈ પુલ પરથી નીચે ફેંકી હતી.

પોલીસે લાશ મળી તેની આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા રિક્ષામાં આવી કોઈ લાશ નાખી ગયાનું ખુલ્યું હતું. જેથી ફૂટેજ મૃતકના પરિવારજનોને બતાવતા આરોપી ચિરાગ અને ભરતની ઓળખ થઈ હતી. બીજીતરફ ચિરાગ અને ભરત ભાગીને પ્રથમ અમદાવાદ ગયા ત્યારબાદ કોઈ મિત્રની મદદથી મુંબઈ અને પછી હૈદરાબાદથી જતા રહ્યા હતા. જોકે ગ્રામ્ય એલસીબીનાં કફલાએ ચોક્કસ બાતમીના આધારે છેક  હૈદરાબાદથી ઝડપી લીધા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud