• મનપાના એડીશ્ર્નલ આસી. એન્જીનીયરે ડેમમાં પડતું મુકી કર્યો આપઘાત
  • બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
  • તાલુકા પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

WatchGujarat. શહેરમાં આપઘાતનાં બનાવો પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મનપાના એડીશ્ર્નલ આસી. એન્જીનીયરે ન્યારી ડેમમાં ઝંપલાવી જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. તેમના આ પગલાને કારણે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જો કે તેમણે આ પગલું શા માટે ભર્યું તેનું કારણ અકબંધ છે. પરંતુ છેલ્લે તેઓ કોઈકની સાથે ફોનમાં ઉગ્રતાથી વાત કરતા હોવાનું જાણવા મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, ગોકુલધામ સોસાયટીમાં રહેતા અને ઈસ્ટ ઝોન કચેરીમાં એડીશ્ર્નલ આસીસ્ટન્ટ એન્જીનીયર તરીકે કાર્યરત 45 વર્ષીય પરેશભાઈ ચંદ્રકાંતભાઈ જોષીએ કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમમાં ઝંપલાવી લીધું હતું. આ ઘટના અંગે કાલાવડ રોડ ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડના સ્ટાફને ભારે જહેમત બાદ એડીશ્ર્નલ આસીસ્ટન્ટ એન્જીનીયર જોષીનો મૃતદેહ મળતાં તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. જેને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં પરેશભાઈ જોષી છેલ્લા પાંચેક દિવસથી ટેન્શનમાં રહેતા હોવાનું અને આજે મોબાઈલ ફોનમાં કોઈકની સાથે ઉગ્રતાથી વાત કરતા કરતા ઘરેથી નિકળી ગયા બાદ ન્યારી ડેમમાં ઝંપલાવી આત્મઘાતી પગલુ ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. સંતાનોમાં તેમને એક પુત્ર અને એક પૂત્રી છે. ઘટનાને પગલે બંનેએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી આપઘાતનું સાચુ કારણ  જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners