• 37 વર્ષીય મનીષ રમણીકભાઈ ભંડેરી મંદિરમાં સેવા કરનારને ત્યાં અવારનવાર ઘરે આવતો
  • મનીષે એક વખત તેમને કહ્યું હતું કે, મારે કોઈ બહેન નથી જેથી તમારી દીકરીને બહેન બનાવવી છે
  • એકાદ વર્ષ પૂર્વે દીકરી ઓનલાઇન અભ્યાસ કરતી હતી ત્યારે મનીષનો મોબાઈલ તેની પાસે હોવાથી તે દીકરીને મેસેજ કરતો હોવાનું માલુમ પડ્યું

WatchGujarat. શહેરમાં સંબંધોને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે સગીરા 11 વર્ષની હતી, ત્યારે બહેન બનાવી 16 વર્ષની થઈ તો પ્રેમજાળમાં ફંસાવી અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. આરોપીએ સગીરાની શાળાએ જઈ અડપલાં કરવાની કોશિશ કરતા હાલ સગીરાનાં પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સગીરાનાં પિતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ મંદિરમાં સેવા પૂજા કરે છે. આજથી સાતેક વર્ષ પૂર્વે 37 વર્ષીય આરોપી મનીષ રમણીકભાઈ ભંડેરી કે જે પોતાના મિત્રનો પુત્ર હોય જેથી તે અવારનવાર ઘરે આવતો હતો. મનીષે એક વખત તેમને કહ્યું હતું કે, મારે કોઈ બહેન નથી જેથી તમારી દીકરીને બહેન બનાવવી છે. બાદમાં મનીષ તેમની દીકરી પાસે રાખડી બંધાવતો થયો હતો. જો કે તે સમયે દીકરીની ઉંમર 11 વર્ષની હતી અને હાલ તેણી 16 વર્ષની થઈ છે.

એકાદ વર્ષ પૂર્વે દીકરી ઓનલાઇન અભ્યાસ કરતી હતી ત્યારે ફરિયાદીનો મોબાઈલ તેની પાસે હોય દરમિયાન મનીષ દીકરીને મેસેજ કરતો હોવાનું માલુમ પડતા આ બાબતે પોતે જ મનીષને મેસેજ કરવાની ના પાડી હતી. બાદમાં પંદરેક દિવસ પૂર્વે દીકરી સ્કૂલે અભ્યાસ માટે ગઈ હતી. જ્યાં પોતે તેને તેડવા જતા જ મનીષ અહીં બહાર રાહ જોતો હોવાથી તેને બોલાવ્યો હતો. પરંતુ મનીષ ભાગી ગયો હતો. આ અંગે દીકરીને પૂછતાં જ તેણીએ કહ્યું હતું કે, હું સ્કૂલે જાવ ત્યારે ઘરેથી સ્કૂલ સુધી મનીષ પાછળ પાછળ અવારનવાર આવે છે. અને સ્કૂલેથી છૂટુ ત્યાં સુધી અહીં રાહ જુએ છે. તેમજ મારી સાથે વાતો કરવાની કોશિશ પણ કરે છે.

સગીરાનાં પિતાની આ ફરિયાદને આધારે બી-ડિવિઝન પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 354- ડી અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ આરોપી મનીષનાં આગાઉ લગ્ન થયા હોવાનું અને ત્યાર બાદ છુટાછેડા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners