• માત્ર કોરોનાની રસીના બંને ડોઝ લેનારને પ્રવેશ આપવામાં આવી રહ્યો
  • દરમિયાન કોઈપણ શરમ રાખ્યા વિના પદાધિકારીઓનાં સત્તાવાર વાહનો પણ રોકવામાં આવ્યા હતા
  • આ ચેકીંગ દરમિયાન RMC કચેરી બહાર લોકો તેમજ વાહનોની લાંબી લાઇનો લાગી હતી

Watchgujarat. કોરોના વેકસીનેશનની પ્રક્રિયાને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં વેકસીન નહીં લેનાર માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ વહેલી સવારથી જ કોર્પોરેશન કચેરી ખાતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માત્ર કોરોનાની રસીના બંને ડોઝ લેનારને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન કોઈપણ શરમ રાખ્યા વિના પદાધિકારીઓનાં સત્તાવાર વાહનો પણ રોકવામાં આવ્યા હતા. જેને લઈને ભારે હોબાળો થયો હતો. અને મનપા કચેરી બહાર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.

રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારના આદેશ અનુસાર કચેરીમાં બહારથી આવતા મુસાફરોનું ચેકીંગ કરવાનો પ્રારંભ કરાયો છે. જેમાં કોરોના વેકસીનનાં બે ડોઝ લઈ લીધા હોય તેવા લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ચેકીંગ દરમિયાન RMC કચેરી બહાર લોકો તેમજ વાહનોની લાંબી લાઇનો લાગી હતી. અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિજિલન્સ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વેકસીન નહીં લેનારાઓ માટે સરકારી ઓફિસોમાં પ્રવેશ બંધ કરવાનો આદેશ કરાયો છે. જે અંતર્ગત આજથી ખાસ ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં વેકસીનનાં સર્ટિફિકેટ ચેક કરીને બંને ડોઝ લીધા હોય તેવા લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને કોર્પોરેશન કચેરીમાં રસી લીધા વિનાની વ્યક્તિનો પ્રવેશ ન થાય તે બાબતનો ખાસ ખ્યાલ રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud