• 74 જેટલા ગેરકાયદે મકાનો તોડી પાડી 42 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી
  • હાઇકોર્ટ દ્વારા આખરે મંજૂરી આપવામાં આવતા જ મનપા દ્વારા તમામ મકાનો તોડી પાડવામાં આવ્યા
  • આ ડીમોલીશનને લઈને સ્થાનિક મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો

WatchGujarat.મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ વહેલી સવારથી કોઠારિયા વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટાઉન પ્લાનીંગ વિભાગના જણાવ્યા મુજબ 14 હજારથી વધુ ચોરસ મીટર જેટલી જગ્યા ડીમોલિશન અંતર્ગત ખુલ્લી કરવામાં આવી છે. જેમાં 74 જેટલા ગેરકાયદે મકાનો તોડી પાડી 42 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે. જો કે કડકડતી ઠંડીમાં વર્ષો જૂનો આશરો છીનવાઈ જતા મહિલાઓ રડી પડી હતી.

જાણવા મળતી વિગત અનુસાર, વર્ષોથી આ મામલે રહીશો તેમજ મનપા વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. જે કેસ અંતર્ગત હાઇકોર્ટ દ્વારા આખરે મંજૂરી આપવામાં આવતા જ મનપા દ્વારા તમામ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ ડીમોલીશનને લઈને સ્થાનિક મહિલાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તેમજ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ પણ સ્થનિકો દ્વારા કરવામાં આવી હતી. જો કે મનપા અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર સમગ્ર પ્રક્રિયા માટે નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. અને કોર્ટનાં આદેશ બાદ પણ સ્થાનિકોને અગાઉથી નોટિસ પાઠવ્યા બાદ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

બીજીતકરફ પોતાના મકાનો પાડી નાખવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. સ્થાનિક લોકોનું કહેવું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોનાનાં કારણે વેપાર ધંધા ઠપ્પ થઈ ચૂક્યા છે. તેની કળ વળી નથી, ત્યારે જ મકાનનો આશરો પણ છીનવાઈ જતાં હવે જીવવું મુશ્કેલ બન્યું છે. સરકાર એકતરફ ભિક્ષુકોને આશરો આપે છે. તો બીજીતરફ અમારો વર્ષો જૂનો આશરો છીનવી લેવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા અમારા માટે કોઈ વેકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud