• રાજ્યના મુખ્યમંત્રી બદલાયાને આજે 65 દિવસ થઈ ગયા છતાં રાજકોટ માટે હજુ પણ રૂપાણી જ મુખ્યમંત્રી છે
  • ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલાં ભાજપનો આંતરિક વિખવાદ ઘીરે ધીરે ખુલીને સામે આવી રહ્યો છે
  • રાજકોટ શહેર ભાજપ કાર્યાલય પર લગાવવામાં આવેલી તખતીમાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી ગણાવીને નામ લખવામાં આવ્યું
  • આ તખતીને કારણે નવો વિવાદ ઉભો થતા તાત્કાલીક નવી તખતી લગાવવામાં આવી

WatchGujarat. ગુજરાતમાં સરકાર બદલાયાને આજે 65 દિવસ વિતી ગયા છે. ભાજપ દ્વારા નો-રિપીટ થિયરી અપનાવીને ગુજરાતમાં નવા ચહેરાઓ સાથે નવી સરકારની રચના કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના ઘાટલોડિયાના ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદરી સોંપવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી બદલાયાને 65 દિવસ થઈ ગયા છે પરંતુ રાજકોટ ભાજપ માટે હજુ પણ વિજય રૂપાણી જ મુખ્યમંત્રી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ છે રાજકોટ શહેર ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી નામની તાખતી. જેમાં વિજય રૂપાણીના નામ આગળ મુખ્યમંત્રી લખવામાં આવ્યું હતું. આ તખતીના ફોટો મીડિયામાં સામે આવતા ભારે વિવાદ સર્જાયો હતો.

નામની તાખતીના કારણે વિવાદ સર્જાયો

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલાં ભાજપનો આંતરિક વિખવાદ ઘીરે ધીરે ખુલીને સામે આવી રહ્યો છે. તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ પછી આ વિખવાદ લોકોની સામે ખુલીને આવ્યો છે. જેમાં ગત રોજ રાજકોટ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી નામની તખતીમાં વિજય રૂપાણીના નામ આગળ મુખ્યમંત્રી લખાયેલા ફોટો સામે આવ્યા હતા. આ તખતી જ સમગ્ર વિવાદનું કારણ બની હતી. પરંતુ શું તખતી બનાવતી વખતે ખરેખર ભૂલથી વિજય રૂપાણીના નામ આગળ મુખ્યમંત્રી લખાઈ ગયું હતું કે, પછી જાણી જોઈને આ પ્રકારનો વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો તે મોટો પ્રશ્ન છે.

સ્ટેજ પર ત્રણ મોટા નેતાનો આંતરિક વાર્તાલાપ ચર્ચાનો વિષય બન્યો હતો

મહત્વનું છે કે આ તખતીને કારણે નવો વિવાદ ઉભો થયો હતો. આખરે મીડિયા રિપોર્ટ બાદ રાજકોટ ભાજપના નેતાઓની પોતાની ભૂલ સમજાઈ છે. જે બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી વાળા નામની તખતીને હટાવીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્રકારનું નામાંકરણ કરીને તાત્કાલીક નવી તખતી લગાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ રાજકોટમાં સ્ટેજ પર ત્રણ મોટા નેતાનો આંતરિક વાર્તાલાપ ચર્ચાનો વિષય બન્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners