• 2017ની સાલનાં માર્ચ મહિનામાં રાજકોટમાં નોકરી માટે ઈન્ટરવ્યું આપવા યુવતિ આવી ત્યારે આરોપીને જાણ કરતાં આરોપી કોડીનારથી રાજકોટ આવ્યો
  • ઈન્ટરવ્યુ પુરો થયા બાદ આરોપી યુવતિને માલવીયા ચોકમાં આવેલી હોટલ ક્રોસ રોડમાં લઈ ગયો
  • બન્ને રાજસ્થાન, ગોવા અને મનાલી વગેરે સ્થળે ફરવા ગયા હતાં ત્યારે આરોપીએ અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો
  • આખરે જ્યારે લગ્નની વાત આવી ત્યારે યુવકે કારણ આગળ ધરીને તરછોડી દીધી

WatchGujarat. મુળ કોડીનારની અને હાલ વડોદરા રહેતી યુવતીને લગ્નની લાલચ આપી કોડીનારનાં પીપળી ગામે રહેતા સિવિલ એન્જીનીયર પ્રજ્ઞોશ બનેસિંહ ગોહીલે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ એ.ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. આ કેસમાં એટ્રોસીટીની કલમ પણ હોવાથી નિયમ મુજબ તપાસ એસસી, એસટી સેલનાં એસીપીને સોપવામાં આવી છે. આરોપીની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે જયારે કોડીનારમાં હાઈસ્કુલમાં અભ્યાસ કરતી હતી ત્યારે આરોપી તેનો સીનીયર હતો. જેને કારણે બન્ને વચ્ચે પરીચય થયો હતો. આરોપીએ તેને લગ્નની લાલચ આપી હતી. 2017ની સાલનાં માર્ચ મહિનામાં જયારે રાજકોટમાં નોકરી માંટે ઈન્ટરવ્યું આપવા આવી ત્યારે આરોપીને જાણ કરતાં આરોપી કોડીનારથી રાજકોટ આવ્યો હતો. ઈન્ટરવ્યુ પુરો થયા બાદ આરોપી તેને માલવીયા ચોકમાં આવેલી હોટલ ક્રોસ રોડમાં લઈ ગયો હતો.

હોટલમાં બન્ને રાત રોકાયા હતાં. જ્યાં આરોપીએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપીએ તેની સાથે લગ્ન કરશે તેવુ કહેવાનું ચાલુ રાખ્યું હતું. બાદમાં બન્ને રાજસ્થાન, ગોવા અને મનાલી વગેરે સ્થળે ફરવા ગયા હતાં ત્યારે આરોપીએ અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. અંતે મનાલી ફરીને આવ્યા બાદ આરોપીએ તુ બીજી જ્ઞાાતીની છો એટલે મારા પરિવારજનો તારી સાથેનાં લગ્ન નહી સ્વિકારે તેમ કહી લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

પોલીસે જણાવ્યું કે, ભોગ બનનારે વડોદરા મહિલા પોલીસમાં અરજી કરી હતી. પણ ગુનાની શરૂઆત રાજકોટથી થઈ હોવાથી વડોદરા મહિલા પોલીસે આ અરજી રાજકોટ મહિલા પોલીસને મોકલી આપી છે. જયાંથી એ.ડીવીઝન પોલીસને અરજી મોકલાતા તેના સ્ટાફે પ્રાથમીક તપાસ કર્યા બાદ આરોપી વિરૂધ્ધ આજે આઈપીસી કલમ 406, 376(2)(N) અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. આરોપીએ મોરબીની કોલેજમાં અભ્યાસ કરી સિવીલ એન્જીનીયરની ડીગ્રી મેળવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud