ભાયાવદરમાં ગતરાત્રે કોઈ આવારા તત્વોએ ખાલી વિદેશી દારૂની બોટલો ભેગી કરીને જૂના બસ સ્ટેશનમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ચોકમાં જાહેરમાં ગોઠવી
વાત જાણી નગરપાલિકાના પ્રમુખ નયન જીવાણી તે જગ્યા પર ફુલ દારૂના નશામાં ડમડમ હાલતમાં ત્યાં પહોંચ્યા
નશામાં હોવાથી સ્થાનિક પોલીસને ગાળો ભાંડી બેફામ વાણી વિલાસ કરવા લાગ્યા
WatchGujarat. ભાયાવદરમાં ગત રાત્રિના જૂના બસ સ્ટેન્ડ વીસ્તારના ચોકમાં કોઈએ અંગ્રેજી દારૂની ખાલી બોટલો સરાજાહેર ગોઠવી હતી. આ અંગેની જાણ થતાં ન.પા. પ્રમુખ ત્યાં પહોંચ્યા હતા. જોકે તેઓ ખુદ પણ નશાની હાલતમાં હોય તેમણે પોલીસને બેફામ ગાળો ભાંડી હતી. તેમના આ વાણી વિલાસનો વિડીયો કોઈએ વાયરલ કરી દેતા પોલીસે પાલિકા પ્રમુખની અટક કરી તેમની સામે બે ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
https://youtu.be/tllDX86Webc
જાણવા મળતી વિગત મુજબ, ભાયાવદરમાં ગતરાત્રે કોઈ આવારા તત્વોએ ખાલી વિદેશી દારૂની બોટલો ભેગી કરીને જૂના બસ સ્ટેશનમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ચોકમાં જાહેરમાં ગોઠવી હતી. આ વાત સાંભળીને નગરપાલિકાના પ્રમુખ નયન જીવાણી તે જગ્યા પર ફુલ દારૂના નશામાં ડમડમ હાલતમાં ત્યાં પહોંચ્યા હતા. ત્યારે નશામાં હોવાથી સ્થાનિક પોલીસને ગાળો ભાંડી બેફામ વાણી વિલાસ કરવા લાગ્યા હતા.
ઘટનાને પગલે ત્યાં ઉભેલા લોકોના ટોળામાંથી કોઈ વ્યકિતએ પાલિકા પ્રમુખના વાણી વિલાસનો વિડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો. અને આ વાયરલ વિડીયો સ્થાનિક પોલીસ પાસે આવતાં જ ભાયાવદર પોલીસ જવાનોએ વોચ ગોઠવી નગરપાલિકા તરફ પીધેલી હાલતમાં જતા નગરપાલિકાના પ્રમુખને ઝડપી લીધા હતા અને કાયદાનું ભાન કરાવીને એક પીધેલી હાલતનો અને બીજો પોલીસને જાહેરમાં ગાળો દેવાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.