કાલાવડ રોડની હરીહર સોસાયટી-1માં રહેતાં પ્રજેશભાઈ કલ્પેશભાઈ દક્ષિણી મોરબીમાં પ્લાસ્ટીકનું કારખાનું ધરાવે છે
ગત સાંજે તે ડો. યાજ્ઞિાક રોડ પર સ્વામિ વિવેકાનંદ આશ્રમ સામે આવેલી પોતાનાં મિત્રની મોબાઈલની દુકાને બેસવા ગયા
પરત ઘરે ફરતી વેળાએ ગાડીમાં બેસવા જતા ગઠિયાએ પૈસા પડ્યા છે તેમ કહીને રૂપિયા તફડાવ્યા
WatchGujarat. શહેરના યાજ્ઞિક રોડ પર ગત સાંજે ગઠીયા ટોળકીએ એક કારખાનેદારને તમારા રૂપિયા પડી ગયા તેમ કહ્યું હતું. તેમજ રસ્તે વેરેલી ચલણી નોટો લેવામાં વ્યસ્ત કરીને તેની BMW કારમાંથી ત્રણ લાખની રોકડ ભરેલા થેલાની સેકંડોમાં ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના CCTV માં કેદ થતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. જેમાં એ ડીવીઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ પણ જોડાઈ છે.
https://youtu.be/usdWm4vm8SI
પોલીસનાં જણાવ્યા અનુસાર કાલાવડ રોડની હરીહર સોસાયટી-1માં રહેતાં પ્રજેશભાઈ કલ્પેશભાઈ દક્ષિણી મોરબીમાં પ્લાસ્ટીકનું કારખાનું ધરાવે છે. ગત સાંજે તે ડો. યાજ્ઞિાક રોડ પર સ્વામિ વિવેકાનંદ આશ્રમ સામે આવેલી પોતાનાં મિત્રની મોબાઈલની દુકાને બેસવા ગયા હતાં. થોડો સમય ત્યાં બેસી રવાના થયા હતાં. તે પહેલા કારનાં સેન્ટ્રલ લોક ખોલ્યા હતાં. દરવાજા પાસે પહોંચતા એક ગઠીયો તેની પાસે દોડી આવ્યો, અને કહ્યું કે, તમારા પૈસા નીચે પડી ગયા છે. જેથી નીચે જોતા રૂા. દસેકના દરની બારેક નોટો રોડ પર વેરાયેલી પડી હતી. જે લેવા જતાં જ પાછળથી બીજો ગઠીયો ડ્રાઈવર સાઈડની વિરૂધ્ધ દિશાનો દરવાજો ખોલી સીટ ઉપર પડેલી અંદાજે રૂા. 3 લાખ સાથેની રોકડ ભરેલી બેગ ઉઠાવી ભાગી ગયો હતો.
બનાવની જાણ થતાં એ ડીવીઝન પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોવાથી તેના ફુટેજ મેળવી પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. ઘટનામાં ત્રણ કે તેથી વધુ ગઠીયાની સંડોવણીની શંકા પોલીસ દ્વારા દર્શાવવામાં આવી છે. એક ગઠીયાએ ચલણી નોટો રોડ પર વેરી હતી. જયારે બીજો કારનો દરવાજો ખોલી રોકડ સાથેનો થેલો લઈ ભાગી ગયો હતો. આ બન્ને ગઠીયાઓ સાથે વધુ એક શખ્સની સંડોવણીની શંકા પોલીસે દર્શાવી છે. ગુનો આચર્યા બાદ ગઠીયાઓ કઈ તરફ અને કયાં વાહનમાં ભાગ્યા તેનો રૂટ જાણવા માટે પોલીસે આસપાસનાં વિસ્તારના સીસીટીવી ફુટેજ ચકાસવાનું શરૂ કર્યું છે.