• ગુજરાતના કોળી સમાજના માંધાંતા ગ્રુપના પ્રમુખ સહિતનાં સાથે કોળી સમાજના આગેવાનોએ ખોડલધામની મુલાકાત લીધી
  • નરેશ પટેલ જેવા વ્યક્તિએ રાજકારણમાં ચોક્કસ આવવું જોઈ અને સારા વ્યક્તિની રાજકારણમાં ખૂબ જ જરુર છે. – માંધાતા ગ્રુપના પ્રમુખ રાજુભાઈ સોલંકી
  • ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સતત તમામ સમાજ સાથે મિટિંગ કરી રહ્યાં છે

WatchGujarat. ખોડલધામ ‘નરેશ’નાં રાજકારણમાં પ્રવેશ મુદ્દે છેલ્લા ઘણા સમયથી અનેક અટકળો ચાલી રહી છે. અગાઉ માત્ર પાટીદારોની વાત કરતા નરેશ પટેલ હવે સર્વ સમાજને સાથે લઈને ચાલવાની વાતો કરતા થયા છે. ત્યારે આજે કોળી સમાજનાં આગેવાનોએ ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં બંને સમાજ એક થઇને ગુજરાતનો અને સમાજનો વિકાસ કરવાની ચર્ચા થઇ હતી. જોકે, આ બેઠક બાદ પણ નરેશ પટેલે પોતાના રાજકારણમાં પ્રવેશ અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. અને ફરી સર્વે ચાલુ હોવાનું રટણ કર્યું હતું. આ બેઠક બાદ કોળી સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ તેમનો સમાજ નરેશ પટેલ સાથે હોવાનું જણાવ્યું હતું.

આજે ગુજરાતના કોળી સમાજના માંધાંતા ગ્રુપના પ્રમુખ સહિતનાં સાથે કોળી સમાજના આગેવાનોએ ખોડલધામની મુલાકાત લીધી હતી. માં ખોડલના દર્શન બાદ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે એક બેઠક કરી હતી. અને સામાજિક શૈક્ષણિક સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. કોળી સમાજના માંધાતા ગ્રુપના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ બેઠક બાદ જણાવ્યું હતું કે, નરેશ પટેલ જેવા વ્યક્તિએ રાજકારણમાં ચોક્કસ આવવું જોઈ અને સારા વ્યક્તિની રાજકારણમાં ખૂબ જ જરુર છે.

વધુમાં તેણે કહ્યું હતું કે સાથે નરેશ પટેલે રાજકારણમાં આવીને ગુજરાતની સેવા કરવી જોઈએ, નરેશ પટેલ જેવા સારા વ્યક્તિ જ્યાં હોય ત્યાં કોળી સમાજ તેની સાથે દરેક સમાજ તેમની સાથે રહેશે તે તો નિશ્ચિત છે. ગુજરાતનો વિકાસ કરવો હોય તો ગુજરાતમાં બે મોટો સમાજ છે. જેમાં કોળી સમાજ અને પટેલ સમાજ બંને સાથે આવે છે, જો ગુજરાતમાં વિકાસ અને કાર્ય કરવું હોય તો આ બંને સાથે અન્ય સમાજ પણ જોડાય તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સતત તમામ સમાજ સાથે મિટિંગ કરી રહ્યાં છે. તે જોતા અને તેમના જણાવ્યા મુજબ રાજકારણ પ્રવેશ માટે તમામ સમાજનું જો આહવાન હશે તે દિવસે તેઓ ચોક્કસથી રાજકારણમાં આવી જશે તેવુ સ્પષ્ટ થઈ રહ્યુ છે. સાથે તેનો રાજકીય પ્રવેશ માટે તખ્તો તૈયાર કરતા હોય તેવુ લાગી રહ્યુ છે. જો કે તેઓ કઈ પાર્ટી સાથે જોડાશે તે નક્કી નથી. પરંતુ તેઓ હંમેશા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતો પર ભાર આપતા હોવાથી ‘આપ’ સાથે જોડાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

Facebook Comments Box

Videos

Our Partners