• રાજ્ય સરકારમાંથી પોલિસી મંજૂર થઈને આવ્યા બાદ પાર્કિંગના દર નક્કી કરવામાં આવશે
  • હાલમાં નવી પાર્કિંગ પોલીસી અને પાર્કિંગ બાયલોઝ તૈયાર થઈ ગયા હોય તે શહેરી વિકાસ વિભાગની મંજૂરી અર્થે ટૂંક સમયમાં રવાના કરવામાં આવશે – પુષ્કર પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
  • મનપા દ્વારા પહેલા જ રોડ ટેક્સ વસુલાય છે. ત્યારે પાર્કિંગ પોલીસીનાં નામે આ લૂંટ ચલાવવી પ્રજા પર અત્યાચાર સમાન – રણજીત મૂંધવા

WatchGujarat. મહાનગરપાલિકા દ્રારા નવી પાકિગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. જેમાં ઘર કે દુકાન બહાર વાહન પાર્ક કરવાના પણ પૈસા ચૂકવવાના થશે. હાલ 48 રાજમાર્ગો ઉપર વિસ્તારને આધારે પાર્કિંગના દર નક્કી કરાશે. છેલ્લા બે–ત્રણ વર્ષથી આ મુદ્દો ચર્ચામાં હતો હવે અંતે પાકિગ પોલિસી તૈયાર થઈ ગઈ છે. પણ કેટલા દર વસૂલવા તે અંગેનો નિર્ણય કરવામાં આવ્યો નથી. હાલમાં ફકત નીતિવિષયક સૈદ્ધાંતિક દરખાસ્ત તૈયાર કરી રાજ્ય સરકારની મંજૂરી અર્થે મોકલવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. આ દરખાસ્ત મંજૂર થયા બાદ પાર્કિંગ ચાર્જનાં દર નક્કી કરવા સ્ટેન્ડિંગમાં નવેસરથી દરખાસ્ત કરાશે. કોંગ્રેસનાં આગેવાન રણજિત મૂંધવાએ આ પાર્કિંગ પોલીસીને વખોડી છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, પાર્કિંગ પોલીસી તૈયાર થયા બાદ વાંધા–સૂચનો મંગાવવામાં આવ્યા હતા. રાજકોટવાસીઓ તરફથી કુલ 10 વાંધા–સૂચનો મળ્યા છે. જેનું મ્યુનિસિપલ કમિશ્નર દ્રારા હીયરિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં નવી પાર્કિંગ પોલીસી અને પાર્કિંગ બાયલોઝ તૈયાર થઈ ગયા હોય તે શહેરી વિકાસ વિભાગની મંજૂરી અર્થે ટૂંક સમયમાં રવાના કરવામાં આવશે. રાજકોટમાં સુરત મહાનગરપાલિકાની પાર્કિંગ પોલીસી અને બાયલોઝ અનુસારની નીતિ સ્થાનિક પરિબળોને ધ્યાને લઇને અમુક ફેરફારો સાથે અમલી કરવાનું વિચારાધીન છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,  રાજ્ય સરકારમાંથી પોલિસી મંજૂર થઈને આવ્યા બાદ પાર્કિંગના દર નક્કી કરવામાં આવશે. પ્રથમ તબક્કે 48 રાજમાર્ગો તેમજ મુખ્ય વિસ્તારોમાં આ પોલિસી લાગુ થશે. ત્યારબાદ તબક્કાવાર સમગ્ર શહેરમાં લાગુ કરવામાં આવશે. વાહન પાકિગ ચાર્જ માટેના પાસ આપવાનું પણ હાલ વિચારાઈ રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું. તો બીજીતરફ કોંગ્રેસનાં આગેવાન રણજીત મૂંધવાએ પાર્કિંગ પોલીસી વખોડી કાઢી છે. અને કહ્યું છે કે, મનપા દ્વારા પહેલા જ રોડ ટેક્સ વસુલાય છે. ત્યારે પાર્કિંગ પોલીસીનાં નામે આ લૂંટ ચલાવવી પ્રજા પર અત્યાચાર સમાન છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud