• વૃદ્ધ દ્વારા કરવામાં આવેલા આ વિરોધને પગલે રસ્તા ઉપર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા
  • બસના બારણામાં એક બહેન પડી જાય એમ ઉભા હતા એટલે હું આડો ઉભો રહ્યો તો કાંડક્ટરે મને નીચે ઉતરી જવા કહ્યું – વૃદ્ધ
  • છેલ્લા ઘણા સમયથી સિટી બસમાં ઓવરલોડ મુસાફરો ભરવામાં આવે છે

WatchGujarat. શહેરની સિટીબસની અનેક ફરિયાદો અગાઉ પણ સામે આવી ચૂકી છે. ત્યારે હવે લોકો સિટીબસની આ મનમાની સામે મેદાને આવ્યા છે. ત્યારે આજે એક વૃદ્ધે ઓવરલોડ મુસાફરો ભરવા મામલે કલેક્ટર કચેરી નજીક અનોખો વિરોધ કર્યો હતો. જેમાં કંડકટર સાથે બોલાચાલી થતા આ વૃદ્ધ બસની આડે રસ્તા પર સુઈ ગયા હતા. જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બાદમાં લોકોની સમજાવટ બાદ વૃદ્ધ ઉભા થતા બસ આગળ નીકળી હતી.

જાણવા મળતી વિગત મુજબ, શહેરની કલેક્ટર કચેરીના ગેટ નં.2 પાસે આજે ઓવરલોડ ભરેલી સિટી બસમાં એક મહિલા દરવાજામાં ઉભી હતી. મહિલાનો એક પગ ઉપર અને એક નીચે હોવાથી એક વૃદ્ધ આડા ઉભા રહ્યા હતા. આથી કન્ક્ટરે વૃદ્ધ સાથે બોલાચાલી કરી હતી. જેને લઈને વૃદ્ધ નીચે ઉતરી બસ આડા સૂઈ જઇ વિરોધ નોંધાવ્યો હતો. આથી બસ થોડો સમય આગળ વધી ન શકતા અંદર મુસાફરો અકળાયા હતા.

વૃદ્ધ દ્વારા કરવામાં આવેલા આ વિરોધને પગલે રસ્તા ઉપર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં લોકો દ્વારા સમજાવવામાં આવતા વૃદ્ધ ઉભા થઇ ગયા હતા. જતા બસ આગળ વધતા ટ્રાફિક ક્લિયર થયો હતો. આ અંગે વૃદ્ધે જણાવ્યું હતું કે, બસના બારણામાં એક બહેન પડી જાય એમ ઉભા હતા એટલે હું આડો ઉભો રહ્યો તો કાંડક્ટરે મને નીચે ઉતરી જવા કહ્યું હતું. એટલે આ રીતે વિરોધ કરવો પડ્યો હતો. તો તેમણે જે બહેન વિશે વાત કરી હતી તેમણે પણ કહ્યું હતું કે, તેમનો પગ  નીચો હોવા છતાં ડ્રાઈવરે બસ હંકારી મુકતા દાદાએ આ વિરોધ કર્યો હતો.

 ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સિટી બસમાં ઓવરલોડ મુસાફરો ભરવામાં આવે છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓના વિડીયો સામે આવી ચુક્યા છે. અને આ મુદ્દે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ ખુદ મીડિયા સમક્ષ વધુ ટ્રાફિક રહેતો હોય તેવા રૂટ ઉપર બસોની સંખ્યા વધારવાની ખાતરી પણ આપી હતી. પરંતુ એજન્સી મ્યુ. કમિશ્નરને ગાંઠતી ન હોય તેમ આ બાબતે હજુસુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઈને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud