• શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ કોરોના પોઝીટીવ આવવા લાગ્યા છે
  • વાલીઓમાં ભય ફેલાતા હાલ ધોરણ 1થી 5માં વિદ્યાર્થીઓની હાજરીમાં મોટો ઘટાડો નોંધાયો
  • શાળાઓમાં કોરોનાની તમામ એસઓપીના પાલન થાય તે માટે સૂચના આપી હતી. જે અંતર્ગત શહેરની તમામ શાળાઓએ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું ફરજીયાત રહેશે – જિલ્લા શિક્ષણાધિકારી કૈલા

WatchGujarat. શહેરમાં વિદ્યાર્થી અને શિક્ષકોમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. અને શાળામાં હાજર રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓને ઓનલાઈન તેમજ ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. સાથે જ જો કોઈપણ શાળા ઓનલાઈન શિક્ષણનો ઈનકાર કરે તો આવી સ્કૂલની સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ તેમણે આપી છે.

જિલ્લા શિક્ષણાધિકારી કૈલાનાં જણાવ્યા અનુસાર,  શાળાઓમાં અભ્યાસની સાથે જ બાળકોનું સ્વાસ્થ્ય પણ સાચવવું જરૂરી છે. જેને ધ્યાનમાં રાખી રાજ્યનાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ હાલના સંજોગોમાં ઓફલાઇન શિક્ષણ બંધ નહીં કરવા તાકીદ કરી હતી. તેમજ હાલ વિધાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે શિક્ષણ મેળવી શકે તે માટે વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. અને શાળાઓમાં કોરોનાની તમામ એસઓપીના પાલન થાય તે માટે સૂચના આપી હતી. જે અંતર્ગત શહેરની તમામ શાળાઓએ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવું ફરજીયાત રહેશે.

ઉલ્લેખનીય છે કે, શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ કોરોના પોઝીટીવ આવવા લાગ્યા છે. ત્યારે તકેદારીનાં ભાગરૂપે આવી શાળાઓ સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે. જેને લઈને વાલીઓમાં ભય ફેલાતા હાલ ધોરણ 1થી 5માં વિદ્યાર્થીઓની હાજરીમાં મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે બાળકોનું આરોગ્ય પણ સચવાય અને શિક્ષણ પણ બગડે નહીં તે માટે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ ફરજીયાત ચાલુ રાખવાનો આદેશ ખાનગી શાળાઓને કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud