• જયદીપસિંહે અમોને ચપટી વગાડી કહ્યું હતું કે, અહીં કેમ બેઠા છો અને ગાળો આપવા લાગ્યો
  • બે રાઉન્ડ હવામા ફાયરીંગ કર્યું બાદમાં તેની ફોરચ્યુનર ગાડી લઇને જતો રહ્યો
  • દશેક મહીના પહેલા મામા અજયભાઇ મગનભાઇ રાઠોડ સાથે આ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને મારામારી થઈ હતી

WatchGujarat. શહેરમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે લક્ષ્મીવાડી વિસ્તારમાં જૂની અદાવતમાં યુવાન ઉપર લાયસન્સવાળી રિવોલ્વર વડે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. જો કે યુવક નીચે નમી જતા માંડ જીવ બચ્યો હતો. પોલીસે કલાકોમાં આરોપીને સકંજામાં લઈ રિવોલ્વરનું લાયસન્સ રદ્દ કરવા સહિત કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ભોગ બનનાર 23 વર્ષીય મોહિત વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, હું મારા માતા પિતા સાથે રહુ છુ અને મીલપરા મેઇન રોડ પર આવેલ કિર્તન પ્રિન્ટ નામની દુકાનમા નોકરી કરુ છુ. ગઇકાલે તા.27/01 ના રાત્રીના સવા અગ્યારેક વાગ્યાની આસપાસમા હુ તથા મારા મીત્ર મનીષ મુકુંદભાઇ,રાજેન્દ્ર પ્રતાપભાઇ પરમાર અને મારા મામા અજયભાઇ મગનભાઇ રાઠોડ એમ અમો બધા લક્ષ્મીવાડી શેરી નં.6 ના ખુણે ડો.મનોજ પટેલના દવાખાનાનાં ઓટલે બેઠા હતા. દરમિયાન એક કાળા કલરની ફોરચ્યુનર ગાડી આવી અમારી પાસે ઉભી રહી હતી. જેમાંથી જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા નીચે ઉતર્યા હતા.

બાદમાં જયદીપસિંહે અમોને ચપટી વગાડી કહ્યું હતું કે, અહીં કેમ બેઠા છો અને ગાળો આપવા લાગ્યો હતો. જેને લઈને અમે ઉભા થઇ જતા હતા, બરાબર ત્યારે જ જયદિપસિંહે તેની કમરે બાંધેલ રીવોલ્વર કાઢી મારી સામે તાકી એક રાઉન્ડ ફાયરીંગ કરતા જ હુ નીચે નમી ગયો હતો. જેથી તેણે બીજા બે રાઉન્ડ હવામા ફાયરીંગ કર્યું હતું. અને બાદમાં તેની ફોરચ્યુનર ગાડી લઇને જતો રહ્યો હતો. ઘટનાને પગલે અમે સૌ ખૂબ ડરી ગયા હતા. અને ત્યાંથી સીધા ભક્તિનગર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.

બનાવનું કારણ જણાવતા મોહિતે કહ્યું હતું કે, દશેક મહીના પહેલા મામા અજયભાઇ મગનભાઇ રાઠોડ સાથે આ જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાને મારામારી થઈ હતી. જેનો ખાર રાખીને અમારી સાથે ઝઘડો કરી ગાળો આપી જયદીપસિંહે તેમની રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફરિયાદને આધારે હાલ ભક્તિનગર પોલીસે કલાકોમાં આરોપીની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. અને જે રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું તે રીવોલ્વર કબ્જે કરી તેનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી શરૂ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners