•  એકતરફ પોલીસ તપાસ કરતી હતી અને બીજીતરફ કુલપતિનાં બંગલે પાર્ટી ચાલતી હોવાનો ઘાટ ઘડાયો હતો
  • પેપર લીક થયાનાં 24 કલાકમાં યુનિ.નાં કુલપતિ ડો. નીતિન પેથાણીએ પોતાના બંગલે પાર્ટીનું આયોજન કર્યું હતું

WatchGujarat. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ.ની Bcom સેમ-3 પરીક્ષાનું અર્થશાસ્ત્રનું પેપર લીક થયાની ઘટના સામે આવી હતી. આ મામલે યુનિ. દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીનાં કલાકોમાં બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જો કે આ દરમિયાન એટલે કે, પેપર લીક થયાનાં 24 કલાકમાં યુનિ.નાં કુલપતિ ડો. નીતિન પેથાણીએ પોતાના બંગલે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પહેલા પેપરલીક થયા અંગે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા સૌપ્રથમ કુલપતિને જાણ કરવામાં આવી હતી. જો કે આટલી ગંભીર બાબતે કલાકો સુધી તેમના દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા પત્રકાર પરિષદ યોજી આપ દ્વારા મીડિયાને જાણ કરી દેવામાં આવી હતી. અને અહેવાલો મીડિયામાં આવતા જ કુલપતિ સાહેબનાં આદેશથી પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પરંતુ આ બાબતની જરાપણ ગંભીરતા ન હોય તેમ એકતરફ પોલીસ તપાસ કરતી હતી અને બીજીતરફ કુલપતિનાં બંગલે પાર્ટી ચાલતી હોવાનો ઘાટ ઘડાયો હતો. જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ અનેકવિધ ચર્ચાઓ ઉઠી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસે ગણતરીની કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. બાબરા લો-કોલેજનાં પ્રિન્સિપાલ સહિત આ કૌભાંડમાં સામેલ 6 શખ્સોને ઝડપી લેવાયા છે. અને યુનિવર્સિટી દ્વારા પણ પરીક્ષા રદ્દ કરી ફરીથી લેવામાં આવનાર હોવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે હાલ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપવા માટે તૈયારીમાં લાગી ચુક્યા છે. અગાઉ 3 જાન્યુઆરીનાં રોજ આ પરીક્ષા લેવાનું જાહેર કરાયુ હતું. પરંતુ આ દિવસે એલઆરડીની પરીક્ષા હોવાથી નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવનાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud