સરદાર નગર મેઈન રોડ પર રાત્રીના સમયે એક મરૂન કલરની અલ્ટો કાર નંબર MH-06-AL-1416 પસાર થતી હતી
સવાર લોકો ચાલુ કારે રસ્તા પર ફટાકડા ફોડી લોકોને પરેશાન કરતા હતા
જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
WatchGujarat. શહેરમાં પોલીસનાં અથાગ પ્રયત્નો છતાં આવારા તત્વોને જાણે પોલીસનો કોઈ ભય ન હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ ઘટના સામે આવી છે. જેમાં શહેરના એસ્ટ્રોન ચોક નજીક સરદાર નગર મેઈન રોડ પરનો એક વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક મરૂન કલરની અલ્ટો કારમાંથી કોઈ ચાલુ કારે રસ્તા પર ફટાકડા ફોડી રહ્યું હોવાનું જોઈ શકાય છે. વાયરલ વિડીયો ગઇકાલ રાતનો હોવાની આશંકા છે. જો કે હજુપણ આ મામલે કોઇ કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળ્યું નથી.
https://youtu.be/wmfsUhWqUgI
વિડીયોમાં જોઈ શકાય છે કે, સરદાર નગર મેઈન રોડ પર રાત્રીના સમયે એક મરૂન કલરની અલ્ટો કાર નંબર MH-06-AL-1416 પસાર થતી હતી. તેમજ તેમાં સવાર લોકો ચાલુ કારે રસ્તા પર ફટાકડા ફોડી લોકોને પરેશાન કરતા હતા. જેને લઈને અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે કોઈએ આ મુદ્દે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ કોઈ જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ પણ આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કે કાર્યવાહી થઇ નથી.
ઉલ્લેખનીય છે કે ચાલુ વાહન પર જતા સમયે અચાનક બાજુમાં કોઈ ફટાકડો ફૂટે તો વાહનનો ચાલક ગભરાય અને દુર્ઘટના પણ સર્જાય શકે છે. જો કે સદનસીબે આવી કોઈપણ દુર્ઘટના થઇ નથી. પરંતુ આ અંગેની ગંભીરતા સમજીને જો કોઈ ફરિયાદ ન કરે તો પોલીસે જાતે ફરિયાદી બનીને આવા આવારા તત્વોને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે. જો પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી નહીં થાય તો આવા તત્વોની હિંમતમાં વધુ વધારો થતાં આવા બનાવો વધે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.