• રાજકોટ પોલીસ પણ શહેરમાં જુદા-જુદા સ્થળોએ દરોડા પાડી દ્રગ્સનો વેપાર કરતા શખ્સોને ઝડપી રહી છે
  • મચ્છીની આડમાં નશાનો કારોબાર કરનાર યુવકને એસઓજી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો
  • પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સે દ્રગ્સનો જથ્થો વેરાવળથી લાવ્યો હોવાનું રટણ
  • રાજકોટ પોલીસે તપાસના તાર વેરાવળ સુધી લંબાવ્યા
WatchGujarat. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ચાલતા દ્રગ્સનાં કાળા કારોબાર પર પોલીસે ધોસ બોલાવી છે. જે અંતર્ગત રાજકોટ પોલીસ પણ શહેરમાં જુદા-જુદા સ્થળોએ દરોડા પાડી દ્રગ્સનો વેપાર કરતા શખ્સોને ઝડપી રહી છે. ત્યારે આજે મચ્છીની આડમાં નશાનો કારોબાર કરનાર યુવકને એસઓજી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સે દ્રગ્સનો જથ્થો વેરાવળથી લાવ્યો હોવાનું રટણ કરતા પોલીસે તપાસના તાર વેરાવળ સુધી લંબાવ્યા છે.
જાણવા મળતી વિગતો અનુસાર, રેલનગરની છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં રહેતો કચ્છના માંડવી તાલુકાના ગુંદિયારી ગામનો 38 વર્ષીય મુસ્તાક અબ્દુલ ઘીસોરા કેટલાક સમયથી કંઈક શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. એસઓજીનાં પેટ્રોલિંગ દરમિયાન શુક્રવારે રેલનગરમાં ટાઉનશિપની બાજુમાં મુસ્તાક ઘીસોરા શંકાસ્પદ હાલતમાં જોવા મળતા પોલીસે તેને સકંજામાં લઇ તલાશી લીધી હતી. જેમાં તેની પાસેથી શંકાસ્પદ પાઉડર મળી આવ્યો હતો. આ પદાર્થની એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવતા મુસ્તાક પાસેથી મળેલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું.
જેને પગલે પોલીસે મુસ્તાક પાસેથી રૂ.70 હજારનું 7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી તેને સકંજામાં લીધો છે. પોલીસનાં જણાવ્યા મુજબ, કચ્છનો વતની મુસ્તાક કેટલાક વર્ષોથી અહીં રહેતો હતો. આ અગાઉ મુસ્તાક રિક્ષા ચલાવતો હતો. જ્યારે હાલમાં મચ્છીનો વેપાર કરતો હતો. મુસ્તાકને માદક પદાર્થનો નશો કરવાની કુટેવ હતી અને ત્રણેક મહિનાથી ડ્રગ્સનો વેપલો કરવા લાગ્યો હતો. મુસ્તાક અગાઉ કેટલી વખત ડ્રગ્સ લઇ આવ્યો હતો અને કોને કોને આપ્યું હતું તે સહિતના મુદ્દે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud