ગોંડલ ચોકડી નજીક ડિવાઇડર ઉપરથી શુક્રવારે હત્યા થયેલી યુવકની લાશ મળી હતી
માત્ર રૂપિયા 15 હજારની લેતીદેતીમાં મિત્રએ જ આ હત્યા કર્યાનું સામે આવ્યું
ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
WatchGujarat. શહેરની ગોંડલ ચોકડી નજીક શિવ હોટેલ પાસે રવેચીનગરનાં ડિવાઇડર ઉપરથી શુક્રવારે હત્યા થયેલી યુવકની લાશ મળી હતી. જેમાં માત્ર રૂપિયા 15 હજારની લેતીદેતીમાં મિત્રએ જ આ હત્યા કર્યાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે આ ઘટના નજરે જોનાર દેવાભાઇ ઝાપડાએ આપેલી માહિતીને આધારે પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ ચોકડી નજીક રવેચીનગર સામેની સાઇડમાંથી શુક્રવારે એક યુવાનની લાશ મળી હતી. શનિવારે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ થતાં મૃતકના શરીરે મારના નિશાન મળ્યા હોઇ હત્યા થઇ હોવાનું રીપોર્ટમાં બહાર આવતા આજીડેમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યાનો ભોગ બનનાર યુવાન મુળ ઉત્તરપ્રદેશનો વતની રવેચી નગરમાં રહેતો 30 વર્ષીય બિરેન્દ્ર ઉર્ફે ભૈયો ગુભાઇ રાજભર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં સ્થાનિક દેવાભાઇ મોમભાઇ ઝાપડાએ આ સમગ્ર ઘટના નજરે જોઈ હોય તેણે બનાવ કઇ રીતે બન્યો તેની માહિતી આપી હતી.
દેવાભાઇ ઝાપડાએ જણાવ્યું હતું કે, બિરેન્દ્રને બધા બિરેન્દ્ર ભૈયા તરીકે ઓળખે છે. તે વર્ષોથી વિસ્તારમાં રહેતો હતો. તેને પરિવારમાં કોઈ નથી જેથી તેનું પુરુ નામ પણ કોઇને આવડતું નથી. હાલમાં તે કિશન દેત્રોજા સાથે રહેતો હતો. બનાવના દિવસે સવારે નળ આવતાં બધા શેરીમાં પાણી ભરતાં હતાં ત્યારે કિશન દેત્રોજા શેરીમાં બિરેન્દ્રને લાકડાના બડીકાથી મારતો હતો અને ’મારા પંદર હજાર આપી દે’ તેમ કહેતો હતો. બિરેન્દ્ર પણ પોતે દ્વારકાધીશ દુકાનવાળા ભાઇ પાસેથી રૂપિયા ઉછીના લઇને આપી દેશે તેમ કહેતો હતો.
કિશનને લોકોએ બીરેન્દ્રને નહિ મારવા સમજાવ્યો હતો. પછી બિરેન્દ્ર નજીકમાં સુઇ ગયો હતો. બાદમાં કિશને બીજા એક શખ્સની મદદ લઇ એકટીવામાં વચ્ચે બેસાડી નજીકના રોડ ડિવાઇડર પર સુવડાવી ચાદર ઓઢાડી દીધી હતી. તેને પાણી પીવુ હોઇ એક યુવાને 10 રૂપિયાની બોટલ લઇ પાણી પીવડાવ્યું હતું. રાતભર ઠંડીમાં પડેલા બીરેન્દ્ર સુતેલી હાલતમાં પડ્યો રહ્યો હતો. ત્યારપછી બપોર બાદ 108 આવી હતી અને બિરેન્દ્રને મૃત જાહેર કર્યો હતો. આમ બીરેન્દ્ર જેની સાથે રહેતો હતો એ કિશન વિનુભાઇ દેત્રોજા જ આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.
કિશન દેત્રોજા રવેચીનગરમાં બજરંગ સોસાયટી-3માં સંગીતાબેનના મકાનમાં ભાડેથી રહેતો હોવાનું લોકોએ પોલીસને જણાવ્યું હતું. આજીડેમ પોલીસે વધુ તપાસ કરી હત્યારા કિશન દેત્રોજાને ભાવનગર જીલ્લાના શિહોર ખાતેથી ઝડપી લેવાયો છે. તે અગાઉ 2020માં રિક્ષામાં મુસાફરોને બેસાડી ખિસ્સા કાપવાના ગુનામાં રાજકોટ - જુનાગઢમાં પકડાયો હતો. મરનાર બીરેન્દ્ર પણ તેની સાથે આવા ગુના આચરતો હતો. જેથી બન્ને બચ્ચે ચોરીની રકમની ભાગબટાઈમાં ઝગડો થયા બાદ બીરેન્દ્રની હત્યા થઈ હોવાની શકયતા છે.
પોલીસે આરોપી કિશન દેત્રોજાની પુછતાછ કરતા તેને જણાવ્યું કે, બીરેન્દ્ર અગાઉ આશરે દોઢ વર્ષ પહેલાં આરોપી કિશનનાં સાસુ મંજુબેન સાથે કુંબલીયાપરા ખાતે રહેતો હતો. તથા તેનું કામ કરતો હતો. ત્યારબાદ મંજુબેનનું આશરે દોઢ વરસ પહેલાં અવસાન થતાં જ તેના કોઇ વાલી-વારસ ન હોઇ પોતાની સાથે ભાડાનાં મકાનમાં રહેતો હતો,અને તેની રીક્ષા ચલાવતો હતો. જેની હત્યા થઈ તે બીરેન્દ્ર અને કિશન દેત્રોજા વચ્ચે રૂ.15000 ની લેતી-દેતી બાબતે મનદુખ ચાલ્યુ આવતું હતું. સાથે તા.07/01/2022ના રોજ બીરેન્દ્ર બહારથી આવી અને ઘરની દિવાલ કૂદીને ચોરી છુપીથી ઘરમાંથી પૈસા લઇ જવાનો પ્રયત્ન કરતો કિશનનાં હાથે ઝડપાયો હતો. જેને લઈને બન્ને વચ્ચે ઝગડો થતા પોતે બીરેન્દ્રને રોડ પર ઢસડી તેને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ગોંડલ હાઈવે રોડ પર રવેચીનગર મેઈન રોડની સામે આવેલ સર્વિસ રોડના ડીવાઈડર ઉપર સુવડાવી ચાદર ઓઢાડી ત્યાંથી નાસી ગયો હતો.