કુવાડવા રોડ પોલીસનાં પેટ્રોલિંગ દરમિયાન આઇસરમાં બાયોડિઝલનો જથ્થો લઈ બે ઈસમો પસાર થવાના હોવાની ચોક્કસ માહિતી મળી
આઇસર નિકળતા પ્રોડકટ બાયો ડીઝલના શંકાસ્પદ જથ્થા સાથે બેને ઝડપી લીધા
પોલીસે બાયોડિઝલના મૂળ સુધી પહોંચવા ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ હાથ ધરી
[caption id="attachment_1388670" align="aligncenter" width="640"] Rajkot - biodiesel mafia caught[/caption]
WatchGujarat. શહેરમાં બાયોડિઝલના ધંધાર્થીઓનો રાફડો ફાટયો હોમ તેમ પોલીસે અનેક બાયોડિઝલના ધંધાર્થીને ઝડપી લીધા છે. ત્યારે ગઈકાલે શહેરની ભાગોળે આવેલા માલીયાસણ અને ખેરડી ગામ વચ્ચે બાયોડિઝલની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા છે. પોલીસે આઈસરમાં બે ટાંકામાં 9 હજાર લીટર ભરેલ બાયોડિઝલ સહિત રૂ.11.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બાયોડીઝલ કયાંથી અને કયા આપવા જતા હતાં. તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પોલીસનાં જણાવ્યા અનુસાર, કુવાડવા રોડ પોલીસનાં પેટ્રોલિંગ દરમિયાન આઇસરમાં બાયોડિઝલનો જથ્થો લઈ બે ઈસમો પસાર થવાના હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે જુદી-જુદી ટીમો બનાવી વોચ ગોઠવવામાં આવી હતી. અને માહિતી મુજબનું આઇસર નિકળતા પ્રોડકટ બાયો ડીઝલના શંકાસ્પદ જથ્થા સાથે અશોકભાઈ ગોંવિદભાઈ ચૌહાણ (રહે.રાજકોટ માલધારી સોસાયટી શેરીનં.-4 લાભુબેન માંગરોલીયા મકાનમાં મુળ ગામ સાયલા ધોળીધાર જી-સુરેન્દ્રનગર)અને મુન્નાભાઈ રામાભાઈ કારેઠા (રહે.માલધારી સોસાટી શેરીનં.1 બાપાસીતારામ ચોક રાજકોટ)ને ઝડપી લીધા હતાં.
પોલીસે બંને આરોપીઓ પાસેથી પેટ્રોલીયમ પ્રોડકટ પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકના ટાંકા નંગ 2 પેટ્રોલીયમ પ્રવાહિ લીટર 9,000 કિ.રૂ.5.85 લાખ અને પેટ્રોલીયમ પ્રોડકટ હેરફેર કરવા ઉપયોગ કરેલ એક આઈસર કી.રૂ.6 લાખ મળી રૂ.1185 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ પોલીસે બાયોડિઝલના મૂળ સુધી પહોંચવા ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. જે પૂર્ણ થયા બાદ અનેક મોટા માથાઓનાં નામ ખુલવાની સંભાવના નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આદેશ બાદ પોલીસે બાયોડિઝલનાં ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી છે. જેને લઈને મોટા ભાગના ધંધાર્થીઓ ભૂગર્ભમાં ઉતરી જતા પેટ્રોલ અને ડીઝલનાં વેંચાણમાં મોટો વધારો થયો છે.