• આજરોજ બપોરના સુમારે આજીડેમ નજીક આવેલા માંડાડુંગર નજીકથી 7 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી
  • બાળકીને થોડા દિવસોથી પડોશમાં રહેવા આવેલો શખ્સ ઉઠાવી ગયો હોવાનું જાણવા મળતા જ પોલીસે આસપાસનાં વિસ્તારોનાં સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરી
  • ‘રેશમ’ નામની બાળકીની પૂછપરછમાં તેણીનું અપહરણ થયાનું સામે આવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પણ ઝડપી પાડ્યો

WatchGujarat. શહેરનાં આજીડેમ વિસ્તારમાંથી 7 વર્ષની માસુમ બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી હતી. જેમાં પડોશમાં રહેતા એક શખ્સે આ બાળકીનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળતા ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને જિલ્લાભરમાં નાકાબંધી કરી બાળકી ઉપરાંત આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સાથે લોકો અને મીડિયાને પણ આ અંગે જાણકારી આપવા માટેના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. પોલીસની આ મહેનત ગણતરીની કલાકોમાં જ સફળ થઈ હતી. અને બાળકી તેમજ આરોપી ગણતરીની કલાકોમાં ગોંડલથી ઝડપાયા હતા. બાળકી હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લઈ પોલીસનો આભાર માન્યો હતો.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર આજરોજ બપોરના સુમારે આજીડેમ નજીક આવેલા માંડાડુંગર નજીકથી 7 વર્ષની બાળકીનું અપહરણ થયાની ઘટના સામે આવી હતી. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન બાળકીને થોડા દિવસોથી પડોશમાં રહેવા આવેલો શખ્સ ઉઠાવી ગયો હોવાનું જાણવા મળતા જ પોલીસે આસપાસનાં વિસ્તારોનાં સીસીટીવી ફૂટેજનાં આધારે આરોપી અને બાળકીની ભાળ મેળવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

ઘટના અંગેની જાણ થતાં DCP પ્રવીણ કુમાર મીણા સ્થળ પર દોડી ગયા હતા. અને લોકો તેમજ મીડિયાને બાળકી મળે તો પોલીસને જાણ કરવાની અપીલ કરતા મેસેજ વાયરલ કરાયા હતા. સાથે જ શહેર અને અન્ય જિલ્લાઓમાં નાકાબંધી કરવામાં આવી હતી. જેને લઈ આરોપી ગોંડલની આશાપુરા ચોકડીએ આ બાળકીને મૂકી ફરાર થઈ ગયો હતો. દરમિયાન જાગૃત નાગરિકો દ્વારા 181ને ફોન કરાતા ટીમ દોડી આવી હતી. બાદમાં બાળકીને ગોંડલ સિટી પોલીસ મથક ખાતે લઈ જઈને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

‘રેશમ’ નામની આ બાળકીની પૂછપરછમાં તેણીનું અપહરણ થયાનું સામે આવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. બાદમાં બાળકી તેમજ આરોપીનો કબ્જો રાજકોટ પોલીસને સોંપવામાં આવી હતી. બીજીતરફ બાળકીનું અપહરણ થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. જોકે કલાકોમાં માસુમ પરત મળતા પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી. અને પરિવારે પોલીસની કામગીરી બિરદાવી આભાર માન્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud