• શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ પણ કાર્યરત કરવામાં આવશે
  • અગત્યનાં કામ વિના રાત્રે 10 પછી બહાર નિકલનાર લોકો સામે કોઈપણ શેહશરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવામાં આવશે
  • ગઈકાલે રાજકોટમાં શહેરમાં 203 તથા જિલ્લામાં 69 કેસ નોંધાયા

WatchGujarat. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે આ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસ પણ મેદાને આવી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને નિયમોનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ બજારોમાં ડ્રોનથી નજર રાખી ભીડ થશે ત્યાં કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે. એટલું જ નહીં રાત્રી કરફ્યુ વચ્ચે બહાર નીકળનારાઓ ઉપર કડક કાર્યવાહીનાં આદેશ પણ પોલીસ કમિશ્નરે આપ્યા છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં જણાવ્યા મુજબ, કોરોનાનું સંક્રમણ રોકવા માટે દરેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ નિયમોને લઈને કોર્પોરેશન તંત્ર અને પોલીસની સંયુકત ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવશે. જેમાં ખાસ મુખ્ય બજારોમાં ડ્રોનથી બાજ નજર પણ રખાશે. અને જો ભીડ થતી જણાશે તો કાયેદસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ પણ કાર્યરત કરવામાં આવશે. અને રાત્રી કરફ્યુનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. ત્યારે અગત્યનાં કામ વિના રાત્રે 10 પછી બહાર નિકલનાર લોકો સામે કોઈપણ શેહશરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કોતોના સામે લડાઈમાં વેકસીન એકમાત્ર હથિયાર હોય લોકોને વહેલી તકે વેકસીન લેવા અપીલ પણ કમિશ્નરે કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં શહેરમાં 203 તથા જિલ્લામાં 69 કેસ નોંધાયા છે. રાજકોટ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. બીજીતરફ મારવાડી યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના 5 કેસ નોંધાયા છે. જેમા બુધવારે સાંજે 3 અને આજે સવારે વધુ બે વિદ્યાર્થિની કોરોના સંક્રમિત થઈ છે. યુનિવર્સિટી હોસ્ટલનો એક ફલોર કવોરન્ટાઈ કરાયો છે. પાંચમાંથી એક વિદ્યાર્થિનીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. સાથે જ ઈથોપીયાની વિદ્યાર્થિની છેલ્લા 12 દિવસથી સિવિલ હોસ્પિટલના ઓમીક્રોના શંકાસ્પદ વોર્ડમા દાખલ છે. તો નિર્મલા સ્કૂલમાં પણ એક કેસ નોંધાતા એક સપ્તાહ માટે શાળા બંધ કરવામાં આવી છે. રાજકોટની માસૂમ સ્કૂલના એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો શાળા નંબર 64 માં ધો.5 નો એક વિદ્યાર્થી અને શિક્ષક ચેપગ્રસ્ત થયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud