• ગઈકાલે શહેરનાં કાલાવડ રોડ નજીકનાં અવધ ખાતે રાજકોટ રૂરલ એસપી બલરામ મીણાનો ખાસ વિદાય સમારંભ યોજાયો
  • એસપી મીણાની કારને વરરાજાની ગાડીની જેમ સજાવવામાં આવી
  • રાજકોટ રૂરલ પોલીસનાં સ્ટાફ દ્વારા ગાડીનું દોરડું ખેંચીને બલરામ મીણાને ભવ્ય વિદાય આપવામાં આવી
  • આજરોજ રાજકોટ રૂરલનાં નવા એસપી જયપાલસિંહ રાઠોડે આજે પોતાનો ચાર્જ સાંભળવા પ્રસંગે તેઓને ઉષ્માભેર આવકારવામાં આવ્યા

WatchGujarat. શનિવારે રાજ્ય સરકાર દ્વારા 57 જેટલા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ રૂરલ એસપી બલરામ મીણાની બદલી દાહોદ કરાઈ હતી. જ્યારે રૂરલનાં નવા એસપી તરીકે જયપાલસિંહ રાઠોડની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે શહેરના કાલાવડ રોડ નજીક યોજાયેલા પૂર્વ એસપી બલરામ મીણાનાં વિદાય સમારંભમાં તેની કારનું દોરડું ખેંચી ભાવભરી વિદાય આપવામાં આવી હતી. તો આજે નવા એસપી તરીકે જયપાલસિંહે ચાર્જ સંભાળતા મેયર સહિતનાં આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગઈકાલે શહેરનાં કાલાવડ રોડ નજીકનાં અવધ ખાતે રાજકોટ રૂરલ એસપી બલરામ મીણાનો ખાસ વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં એસપી મીણાની કારને વરરાજાની ગાડીની જેમ સજાવવામાં આવી હતી. આ તકે રાજકોટ રૂરલ પોલીસનાં સ્ટાફ દ્વારા ગાડીનું દોરડું ખેંચીને બલરામ મીણાને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. આ તકે લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને એસપી મીણાની સારી કામગીરીનાં વખાણ થતા જોવા મળ્યા હતા. તેમજ તેમને ભાવભરી વિદાય આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી. બલરામ મીણાની બદલી દાહોદ થઈ હોય તેઓ ટૂંક સમયમાં જ ત્યાંનો ચાર્જ સંભાળશે.

બીજીતરફ આજરોજ રાજકોટ રૂરલનાં નવા એસપી જયપાલસિંહ રાઠોડે આજે પોતાનો ચાર્જ સાંભળ્યો હતો. ત્યારે શહેરનાં મેયર ડોમ પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગનાં ચેરમેન પુસ્કર પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી ખાસ હાજર રહ્યા હતા. તેમજ ફુલહાર વડે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના આ સ્વાગત માટે નવા એસપીએ સૌનો આભાર માન્યો હતો. આ તકે અધિકારીઓ દ્વારા પોલીસ બેન્ડ સાથે સલામી આપી નવા એસપી જયપાલસિંહ રાઠોડને આવકારવામાં આવ્યા હતાં.

Facebook Comments Box

Videos

Our Partners