• બાઇક પર પસાર થતો પોલીસ કર્મી ઇંડાની લારીએ ઉભો રહ્યા બાદ દારૂના નશામાં હોવાથી લથડિયાં ખાતી હાલતમાં બાઈક પરથી નીચે પટકાયો
  • સવાર ચિક્કાર દારૂના નશામાં રહેલ પોલીસ કર્મીનું નામ પ્રલાશ પારઘી હોવાનું અને હેડ ક્વાર્ટરમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું
  • પોલીસકર્મી કાયમી દારૂના નશામાં આવે છે અને મફ્તમાં નાસ્તો આપવા કહે છે – વેપારી ઇમરાન

WatchGujarat. પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ તૈનાત પોલીસ કર્મીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ કર્મી ચીક્કાર દારૂના નશામાં હોવાનું અને લથડીયા ખાતી હાલતમાં હોવાનું જોઈ શકાય છે. આ પોલીસકર્મી બાઈક પરથી નીચે પટકાયો હતો. અને નજીકમાં જ ઈંડાની લારી ધરાવતા વેપારીને બાઇક ઉભું કરવા કહ્યું હતું. પરંતુ વેપારી કામમાં હોવાથી બાઇક ઉભું કરવામાં સમય લાગતા ગુસ્સે ભરાયેલા પોલીસ કર્મીએ ઈંડાની રેકડીમાં તોડફોડ કરી ઈંડા રસ્તા પર ફેંકી દીધા હતા. આ પોલીસકર્મી દરરોજ દારૂ પીને મફત નાસ્તો કરવા આવતો હોવાનો આરોપ પણ વેપારીએ લગાવ્યો છે. જેને લઈને હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

જાણવા મળતી વિગત અનુસાર, શહેરના 80 ફૂટ રોડ પર આવેલા હ્યુન્ડાઇ કંપનીના શોરૂમ નજીક પોલીસ કર્મી હોન્ડા લઇ પસાર થઇ રહ્યો હતો. દરમિયાન ઇંડાની લારીએ ઉભો રહ્યા બાદ દારૂના નશામાં હોવાથી લથડિયાં ખાતી હાલતમાં બાઈક પરથી નીચે પટકાયો હતો. કાળા કલરના હોન્ડા નંબર GJ-03-BD-5867 પર સવાર ચિક્કાર દારૂના નશામાં રહેલ પોલીસ કર્મીનું નામ પ્રલાશ પારઘી હોવાનું અને હેડ ક્વાર્ટરમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. બાઇક પરથી પડી ગયા બાદ તેણે ઈંડાના વેપારી ઈરફાન સુમરાને બાઇક ઉભું કરવા કહ્યું હતું. વેપારીએ બાઈક ઉભું નહીં કરતા આ પોલીસકર્મીએ ગાળો ભાંડી ઇંડાની લારીમાં તોડફોડ કરી હતી.

આ મામલે ભોગ બનનાર વેપારી ઇમરાને જણાવ્યું હતું કે, આ પોલીસકર્મી કાયમી દારૂના નશામાં આવે છે અને મફ્તમાં નાસ્તો આપવા કહે છે. ગઈકાલે મેં મફ્તમાં નાસ્તો આપવાની મનાઈ કરતા લારી પર તોડફોડ કરી ઈંડા રસ્તા પર ઢોળી નાખી અને નુકસાન પહોચાડ્યું હતું. જેને લઇને પોતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન પણ કર્યો હતો. આ અંગે ACP એચ.એલ. રાઠોડે જણાવ્યું હતું કે, ઈંડાના વેપારીએ અમને રૂબરૂ રજુઆત કરી છે. જેના આધારે બનાવ જે જગ્યા બન્યો છે એ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવી છે. અને તપાસ કર્યા બાદ ખરેખર શું ઘટના બની હતી તે જાણીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud