રાજકોટના શાપર-વેરાવળ,લોધીકા,પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા જીવના જોખમે અનેક લોકોને સલામત સ્થળે ખસેડ્યા
પી.એસ.આઈ કુલદિપ સિંહ ગોહીલ તથા ટીમ દ્વારા શાપર-વેરાવળ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 30 લોકોનું દિલધડક રેસ્કયુ ઓપરેશન કરાયું
પડધરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર. જે. ગોહીલ તેમની પોલીસ ટીમ સાથે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ રાખી ફરતા હતા
WatchGujarat. જિલ્લામાં ભારે વરસાદમાં જિલ્લાના અલગ અગલ વિસ્તારોમાં પોલીસકર્મી જીવના જોખમે લોકોને મદદરૂપ બન્યા હતા. જિલ્લાના અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા હતા. તો ભારે વરસાદને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન વરસાદમાં ફસાયેલા અનેક લોકોને પોલીસે ઘુંટણસમા પાણી અને ચાલુ વરસાદે દિલધડક કામગીરી સલામત સ્થળે ખસેડયા હતા. એટલું જ નહીં ખુદ SP બલરામ મીણા પણ સતત ખડેપગે જોવા મળ્યા હતા. તેઓએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જરૂરી સુવિધાઓ પુરી પાડવા આદેશો કર્યા હતા.
https://youtu.be/a_rhBEoAlVY
રાજકોટના શાપર-વેરાવળ,લોધીકા,પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ દ્વારા જીવના જોખમે અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. શાપર-વેરાવળ પી.એસ.આઈ કુલદિપ સિંહ ગોહીલ તથા ટીમ દ્વારા શાપર-વેરાવળ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 30 લોકોનું દિલધડક રેસ્કયુ ઓપરેશન કરીને બચાવ કામગીરી કરી હતી. જેમા એક અપંગ વ્યકિતને પુરમાં ફસાયેલ હોય તેમને બચાવવામાં આવેલ હતા. પડધરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર. જે. ગોહીલ તેમની પોલીસ ટીમ સાથે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ રાખી ફરતા હતા તે દરમ્યાન એક વૃધ્ધા વરસાદી પાણીમાં ફસાયેલ હોય, તેઓને જાતે ઉચકી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. આમ રાજકોટ ગ્રામ્ય પોલીસે અતિ ભારે વરસાદથી ઉદ્દભવેલી આ સ્થિતિમાં મોડી રાત્રી સુધી અવિરત બચાવ કામગીરી ચાલુ રાખી હતી. અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક લોકોને જીવના જોખમે બચાવ્યા હતા. આ બંનેના વિડીયો પણ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જેમાં લોધીકા પોલીસનાં પી.એસઆઈ કે. કે. જાડેજા તથા તેમના સ્ટાફ દવારા કાલાવડ રોડ પર લોધીકાના બાલાજી પુલ પર પાણીમાં ફસાયેલ 70 વર્ષીય વૃધ્ધા દેવીબેન પુંજાભાઇને રેસ્કયુ કરી કમરડુબ પાણીમાંથી સલામત સ્થળે ખસેડયા હતા જેના ફોટો સામે આવતા લોકોએ સલામી આપી હતી. સાથે જ લોધીકા પોલીસે અન્ય નીચાણવાળા વિસ્તાર દેવગામમાંથી 05 માણસોને તથા ચાંદલી નીચાણવાળા વિસ્તારમાંથી 06 માણસો ઉપરાંત વાગુદડ રોડ પર સંવેદના હાઇટસ સામે પુલ પર 02 માણસોને સહી સલામત રીતે પુરના વરસાદી પાણીમાંથી બચાવવાની કામગીરી કરવામાં આવી હતી.