• કમિશનરની ઓફિસની લોબીમાં નેપાળી પરિવારનાં પાંચ લોકોએ પોતાની જાતને આગજની કરીને આપઘાત કરવાનો કેસ
  • છેલ્લા આઠ વર્ષમાં પોલીસે આ કેસને દબાવવાનો અને રફેદફે કરવાનો પ્રયાસ કરેલો છે
  • જો આ કેસને અન્ય સ્વતંત્ર એજન્સીને સોપાશે નહી તો અરજદારને ન્યાય મળશે નહીં

WatchGujarat.રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસની લોબીમાં નેપાળી પરિવારનાં પાંચ લોકો દ્વારા પોતાની જાતને આગજની કરીને આપઘાત કરવાના કેસમાં પોલીસ વર્ષ 2013થી યોગ્ય તપાસ કરતી નથી તેવા આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી ફાઇલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. આ કેસમાં મૃતક ગિરીશ નેપાળીએ તેના ડાઇંગ ડિક્લરેશનમાં કહેલુ કે સ્થાનિક તેના રાજભા ઝાલા,કમલેશ મિરામી અને તે સમયના રાજકોટના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સોસાયટીના સભ્યો સાથે મળીને તેઓ હેરાન કરતા હતા અને જ્યાં રહેતા હતા તે જગ્યા ખાલી કરવા માટે સતત ધમકી આપતા હતા. વિજય રુપાણી અને અન્ય નેતાઓ સોસાયટીના સભ્યો સાથે ફોનથી વાત કરતા હતા. આ મુદ્દે પોલીસને દસ વાર ફરિયાદ કરેલી. ભાજપના નેતાઓ અને સોસાયટીના સભ્યો તેમને સતત હેરાન કરતા હતા. અરજીમાં અરજદારની માગ છે કે આ કેસની તપાસ સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં શું તપાસ અને કાર્યવાહી કરેલી છે તે અંગેનો એક્શન ટેકન રિપોર્ટ માગવામાં આવે.

અરજીમાં અરજદારની રજૂઆત છે તે આ કેસ અંગેની એફઆઇઆર વર્ષ 2013માં રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી છે. છેલ્લા આઠ વર્ષમાં પોલીસે આ કેસને દબાવવાનો અને રફેદફે કરવાનો પ્રયાસ કરેલો છે. આમાં કોઇ પણ પ્રકારની નોંધપાત્ર તપાસ કરાઇ જ નથી.

જો આ કેસને અન્ય સ્વતંત્ર એજન્સીને સોપાશે નહી તો અરજદારને ન્યાય મળશે નહીં. કેસમાં મૃતકવા ડાઇગ ડિકલરેશનમાં ત્રણ રાજકીય નેતાઓના નામનો ઉલ્લેખ છે. જો કે, પોલીસે તેમની સામે કોઇ પગલા લીધા નથી. પોલીસે રાજકોટ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં રાજભા ઝાલા અને કમલેશ મિરાણીએમ બે આરોપીઓના નામનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે પાંચમાંથી એક મૃતકના ડાઇંગ ડિક્લરેશનમાં આ નામનો ઉલ્લેખ છે.

જો કે ફરિયાદનાં તેમની સામે કોઇ આક્ષેપ કરાયા નથી. આ ઉપરાંત તેમની સામે કોઇ પુરાવા પણ મળતા નથી. જેથી આ આરોપીઓ સામે કોઇ કાર્યવાહી કરવાની રહેતી નથી. જો કે નીચલી અદાલતે પોલીસના આ સોગંધનામાને નકારેલું. આ પછી. પણ પોલીસે કોઇ યોગ્ય તપાસ કરી જ નથી અને આરોપીઓને રક્ષણ પુરુ પાડ્યું છે.

કેસની વિગત જોઇએ તો પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક પરિવારના લોકો રાજકોટના છોટુનગર સોસાયટી પાસેની જમીનના એક પ્લોટ પર વર્ષોથી રહેતા હતા. અહીં તેમણે જૂના ઘરને નવેસરથી બનાવવાની પ્રક્રિયા હાથ ધરી એટલે તેને ખાલી કરવા માટે તેમને વારંવાર અનેક ધમકીઓ મળેલી. જેથી ત્રાસીને ફરિયાદીના પતિ સહિત પરિવારના પાંચ લોકોએ પોતાની જાતને સળગાવીને રાજકોટ મનપા કમિશનર કચેરીની લોબીમાં આપઘાત કરેલો છે.

વિજય રૂપાણી મને ફોન કરીને ધમકી આપતા હતા

કમનસીબ નેપાળી પરિવારના જે પાંચ સભ્યોએ વર્ષો સુધી ઘર ખાલી કરાવવા સામે રાજકીય અને પોલીસની ધમકીઓ સહન કર્યા બાદ છેવટે આત્યંતિક પગલું ભર્યુ અને રાજકોટ મનપાના કમિશનરની કચેરી સામે જ એક સાથે પાંચ સભ્યોએ અગ્નિસ્નાન કરી લીધેલુ. આમાંથી ગૌરી બહેનના પતિ ગિરીશભાઇ 90 ટકાથી વધુ બર્ન ઇન્જરી સાથે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. તે દરમિયાન એક મહિલા પોલીસ કર્મચારીએ તેમનું મરણોન્મુખ નિવેદન લીધુ અને તેનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યુ હતુ. આ નિવેદન દરમિયાન ગિરીશભાઇ માંડ બોલી શકે છે અને છતાં તેઓ અત્યંત સ્પષ્ટ શબ્દોમાં તેમને કોણ કોણ કેવી રીતે ત્રાસ આપતુ હતુ તેનો ઉલ્લેખ કરે છે. આમાં તેમણે જ્યારે વિજય રૂપાણીનું નામ લીધુ ત્યારે પોલીસે પૂછ્યું કે ક્યારે આવેલા તો તેમણે કહેલુ કે મને ફોન કરીને વિજય રૂપાણીએ ધમકી આપેલી સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદા છે કે ડાઇંગ ડેક્લેરેશનમાં જેમના નામોનો ઉલ્લેખ થયો હોય તે દરેકને આરોપી તરીકે બતાવી તેમની તપાસ કરવી અને પુરાવા મેળવવા ફરજિયાત છે છતાં આ કેસની ચાર્જશીટમાં વિજય રૂપાણીનું નામ સુદ્ઘા નથી.

મહેન્દ્ર નેપાળીની હત્યા પૂ્ર્વ CM રૂપાણીના ઇશારે થયેલી

આ કેસમાં અરજદાર અને રાજકોટના વકીલ કે.સી.વ્યાસ દ્વારા 30 જૂના 2020ના રોજ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવીને આક્ષેપ લગાવાયો હતો કે 12 માર્ચ 2016ના રોજ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશથી વકીલ અભય ભારદ્વાજ સહિતના આરોપીઓ દ્વારા તેમની હાજરીમાં નિર્દોષ મહેન્દ્ર માનસિંહભાઇ નેપાળઈની હત્યા નિપજાવવામાં આવેલી છે. આ હત્યાને સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓ સહિતની મદદથી કુદરતી મૃત્યુમાં ખપાવી દેવામાં આવી છે. જે ઘટના સંદર્ભે અમે અરજદારે તમને 14.06.2020ના રોજ ફરિયાદ પાઠવેલી છે.

પોલીસનો ત્રાસ અને કેન્સર સામે ઝઝૂમી રહ્યો હોવા છતાં હું અડગ રહીશ : અરજાદર વકીલ

અરજદાર વકીલે એ પણ આક્ષેપ લગાવેલો છે કે હાઇકોર્ટનો આદેશ હોવા છતાં અને તે કેન્સરના દર્દી હોવા છતાં પોલીસે તેના પર ત્રાસ ગુજારેલો છે. તેને આ કેસમાંથી હટી જવા દબાણ કરાયેલુ છે તેને ધમકી પણ અપાઇ છે કે વિજય રૂપાણી સામે પડવુ ભારે પડશે. તેની હાલત સલાર્ખે ફિલ્મના અનુપમ ખેર જેવી કરી દેવાઇ હતી. જેમાં તે રાજકીય નેતાના પુત્રને સજા કરાવવા મેદાને પડ્યા હોય છે જો કે મેં પણ મદારી ફિલ્મના ઇરફાન ખાનની જેમ ગુનેગારોને તેમના મુકામ સુધી પહોંચાડવા માટે મકક્મ નિર્ધાર કરેલો છે.

Facebook Comments Box

Videos

Our Partners