મહિલા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય એ.જે.લાઠીયા સવારે કાર લઈને જઈ રહ્યા હતા
બેડી ચોકડી પાસે તેમની કારને અજાણ્યા ટ્રકે ઠોકરે લેતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
કારમાં સવાર મહિલા પીએસઆઇ લાઠીયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
WatchGujarat. શહેરમાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે આજે બેડી ચોકડી નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા ટ્રક ચાલકે મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ લાઠીયાની કારને હડફેટે લેતા કારનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં મહિલા પીએસઆઇને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયા છે. જ્યારે પોલીસે હાલ અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
https://youtu.be/5FNzBgiDdA4
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેતા તેમજ મહિલા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય એ.જે.લાઠીયા સવારે કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે બેડી ચોકડી પાસે તેમની કારને અજાણ્યા ટ્રકે ઠોકરે લેતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને કારમાં સવાર મહિલા પીએસઆઇ લાઠીયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ તકનો લાભ લઇ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
ઘટનાને પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થતા રસ્તા પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે તરત જ દોડી જઇ ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. અને અકસ્માત સર્જી નાસી જનાર ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ અકસ્માતમાં ઘાયલ માહિલક પીએસઆઇને માથાના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ તેઓ કોઈ કામને લઈ ગાંધીનગર જતા હતા ત્યારે તેમને આ અકસ્માત નડયો હોવાનું પણ સામે આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.