અશ્વિન મકવાણા રાજકોટ શાપર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે
ગઈકાલે સવારના સમયે તે સરકારી વ્હીકલ લઇને તપાસના નામે નીકળી ગયો અને જે બાદ રંગરલિયા મનાવતા ઝડપાયો
લોકોએ મોબાઇલમાં કઢંગી હાલતના દ્રશ્યો તેમજ વિડીયો શૂંટીગ કરી લીધુ
WatchGujarat. ગતરોજ રાજકોટ ગ્રામ્ય પોલીસનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં શાપર–વેરાવળ પોલીસ મથક ખાતે ફરજ બજાવતા જમાદાર અશ્વિન મકવાણા પોલીસની વેનમાં જ યુવતી સાથે કઢંગી અને પીધેલી હાલતમાં રંગરલીયા મનાવતા હતા. આ જમાદાર તેની કૌટુંબિક સાળી સાથે પોલીસની વેનમાં ઢોલરા રોડ પર મોજમાં હતો. ત્યારે આવી ચડેલા રાહદારીઓએ જમાદારના રંગમાં ભંગ પાડયો હતો. અને મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઇ જતાં ખાખીનું નામ બદનામ કરનાર આ જમાદારને લમધાર્યો હતો. ઘટનાનો વિડીયો વાયરલ થતા જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં તે કસૂરવાર હોવાનું સાબિત થઈ જતા તેને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
https://youtu.be/m3OG6pEy2iY
જાણવા મળી રહેલી વિગતો મુજબ, અશ્વિન મકવાણા શાપર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે સવારના સમયે તે સરકારી વ્હીકલ લઇને તપાસના નામે નીકળી ગયો હતો. આ દરમિયાન ઢોલરા રોડ ઉપર પોલીસ વેનમાં કંઇક અજુગતુ થતુ હોવાની ત્યાથી નીકળતા રાહદારીઓના ધ્યાને આવતા લોકો વેન પાસે દોડી ગયા હતા. અને નજર કરતા અંદર જમાદાર અશ્વિન અર્ધનગન અવસ્થામાં એક યુવતિની સાથે જોવા મળ્યો હતો.
લોકોએ મોબાઇલમાં કઢંગી હાલતના દ્રશ્યો તેમજ વિડીયો શૂંટીગ કરી લીધુ હતુ. જમાદારની આ કઢંગી હાલત અંગે શાપર પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો. અર્ધનગ્ન હાલતમાં રહેલા જમાદારને કપડા પહેરાવી શાપર પોલીસ મથકે લઇ જવાયો હતો. આ ઘટનાનો વિડીયો વાયુવેગે પ્રસરી ગયો હતો. જે અંગે એસપીએ તાત્કાલીક તપાસના આદેશો છોડયા હતા.
તપાસમાં જાણવા મળ્યા મુજબ અશ્વિન મકવાણા ઇન્વેની ફરજમાં હતો. દરમિયાન તપાસ કરવાના નામે સરકારી વ્હીકલ લઇને ગયો હતો. અને બાદમાં તેની જ કૌટુંબિક સાળી સાથે આ સરકારી વાહનમાં રંગરલીયા મનાવતો હોવાનું સામે આવ્યું છે. નશાખોર હાલતમાં રહેલા અશ્વિનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાથે તેની સામે પ્રોહિબીશન એકટ તેમજ સરકારી વ્હીકલનો દૂર ઉપયોગ કરવો સહિતની કલમ હેઠળ ગુનો નોંધયો છે.