WatchGujarat. બાળકોનું સામાજિક અનુકરણ હોય છે. બાળકો માતા પિતા અને ટીવી જોઈને ઘણું શીખતાં હોય છે. ત્યારે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હીરપરા ધારા અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં સોશિયલ મીડિયા અને ગુનાઓ દર્શાવતી સીરીયલોની બાળ માનસ પર શું અસરો થાય તે વિશે મનોવૈજ્ઞાનિક સર્વે થયો હતો. આ સર્વેમાં કુલ 1079 વ્યક્તિઓએ પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં ચોકાવનારી હકીકતો સામે આવી છે.

આ સર્વેના પ્રશ્નો અને લોકોએ આપેલા જવાબો નીચે મુજબ હતા.

શું તમે સ્વીકારો છો કે સોશિયલ મીડિયા અને ગુનાઓ દર્શાવતી સીરીયલો જોઇને બાળકોમાં ગુનાહિત પ્રવૃતિઓ વધતી જાય છે?

જેમાં 73.10% લોકોએ સહમતિ,23.10% લોકોએ આંશિક સહમતિ અને 3.80% લોકોએ અસહમતિ દર્શાવી હતી.

સોશિયલ મીડિયા અને ગુનાઓ દર્શાવતી સીરીયલોથી બાળકોનું ભવિષ્ય બગડતું હોય એવું તમને લાગે છે?

આ પ્રશ્નના જવાબમાં 71.10% લોકોએ સહમતિ, 21.80% લોકોએ આંશિક સહમતિ અને 6.40% લોકોએ અસહમતિ દર્શાવી હતી.

બાળકોને સોશિયલ મીડિયા અને ટી.વી.ના સાચા ઉપયોગથી વાકેફ કરવા જરૂરી છે.

આ પ્રશ્નના જવાબમાં 92.30% લોકોએ સહમતિ, 5.10% લોકોએ અસહમતિ અને 2.60% લોકોએ આંશિક અસહમતી દર્શાવી હતી.

વિકૃત વર્તન પાછળ ક્યાંક સોશિયલ મીડિયા અને ગુનાઓ દર્શાવતી સીરીયલો જવાબદાર છે.

આ પ્રશ્નના જવાબમાં 67.90% લોકોએ સહમતિ દર્શાવી.

સોશિયલ મીડિયા અને ગુનાઓ દર્શાવતી સીરીયલો બાળકને ગુનાઓ કરવા તરફ ધકેલે છે?

જેમાં 70.50% લોકોએ જણાવ્યું કે સોશિયલ મીડિયા અને ગુનાઓ દર્શાવતી સીરીયલો બાળકને ગુનાઓ કરવા તરફ ધકેલે છે.

માતા પિતાની યોગ્ય દેખરેખ બાળકના વિકૃત વર્તનને રોકી શકે?

જેમાં 93.60% લોકોએ સહમતિ દર્શાવી.

96.20% લોકોએ જણાવ્યું કે બાળકો અનુકરણથી વધુ શીખે છે.

75.60% લોકોએ જણાવ્યું કે બાળકોનું ધમકી યુક્ત વર્તન સોશિયલ મીડિયા અને ગુનાઓ દર્શાવતી સીરીયલોને કારણે વધ્યું છે.

87.20% લોકોએ જણાવ્યું કે ગુનાઓ દર્શાવતી સીરીયલો બાળકોની હાજરીમાં ન જોવી જોઈએ.

90.20% લોકોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયાથી આજના બાળકની સહનશીલતામાં ઘટાડો જોવા મળ્યો છે.

ગુનાઓ દર્શાવતી સીરીયલો અને સોશિયલ મીડિયા વિશે મંતવ્યો આપતા લોકોએ જણાવ્યું કે..

# ઘણી એવી ગુનાહિત સીરીયલોને કારણે બાળકો ગુનાહિત પ્રવૃત્તિ કરે છે.
# સોશિયલ મીડિયામાં દર્શાવવામાં આવતી વેબ સિરિઝમાં અપશબ્દો તથા વલગારી સીન પર ફિલ્મ બોર્ડે પ્રતિબંધ મુકવો જોઈએ.
# ગુન્હાહિત સિરીયલો ના બદલે માતા પિતાએ અન્ય ચેનલો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. કુમળા બાળકને ઘર અને આસપાસ ના યોગ્ય વાતાવરણની જરુર છે. ઘરના સભ્યો સંસ્કારી સિરીયલો છોડીને ક્રાઈમ, સિરીયલ જોતા હોય અને બાળકોને અભ્યાસ કરવાનું કહે જેમાં બાળકો કેમ શીખે?
# ખરેખર જે ટીવી પર આવતા ગુનાહિત કૃત્ય બતાવતી સિરિયલો અને અસ્લિલ દૃશ્ય બતાવતા શો બાળકોને વધુ ગુના કરવા તરફ ધકેલે છે.
# સોશિયલ મીડિયા અને ગુનાઓ દર્શાવતી સીરિયલોને પરિણામે આજે સમાજમાં અમુક અયોગ્ય બાબતો અને વિષયોને સામાન્ય ગણવામાં આવે છે પરંતુ આ સામાન્ય વસ્તુઓ જ અસામાન્ય સંજોગો પેદા કરે છે.
# બાળકને શક્ય હોય ત્યાં સુધી સોશિયલ મીડિયા તથા સિરિયલ થી દૂર રાખવા જોઈએ
# બની શકે ત્યાં સુધી બાળકો ને સોશિયલ મીડિયાથી દુર રાખી, તેમ જ બની શકે તો બાળકો ને કુદરતી વાતાવરણ માં ફરવા, રમવા દેવું જોઈએ જેથી તેમનું સ્વાસ્થ્ય સુધરે તેમજ માનસિક રીતે પણ બાળક તાજગી અનુભવે…

મનોવૈજ્ઞાનિક અસરો

આપણે જે કંઈપણ જોઈએ તેની અસરો અને સંજોગો મુજબ આપણું મન પણ એ જ દિશામાં કામ કરે છે. જ્યારે પણ આપણે અત્યંત ખુશ હોઈએ ત્યારે વધુ સારું અને ઉત્સાહિત અનુભવી છીએ પરંતુ જો ઉદાસ અને હતાશ છીએ તો યાદશક્તિ ઘટી જાય છે. આ સાથે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ વ્યક્તિને ઘેરી લે છે, જેની સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. એ જ રીતે મનપસંદ સિરિયલો અને તેના કલાકારો પણ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.

ટીવી સિરિયલોના પાત્રો સાથે આપણે માનસિક અને ભાવનાત્મક રીતે એટલા જોડાયેલા છીએ કે આપણે તેમના સુખમાં આનંદ મેળવીએ છીએ અને તેમના દુ:ખના સમયે દુ:ખમાં પણ ડૂબી જઈએ છીએ. આપણે આડકતરી રીતે આપણી જાતને તેમના સ્થાને જોઈએ છીએ, અને આપણી જાતને માનસિક રીતે નુકસાન પહોંચાડીએ છીએ. આપણે તે પાત્રો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહીએ છીએ, એ જાણી છીએ કે પાત્રો વાસ્તવિક નથી, અને તેમની લાગણીઓ માત્ર અભિનય છે. પરંતુ આની અસર આપણા મન-મગજ અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. આ જ વાત જ્યારે આપણે ફિલ્મ જોવા જઈએ ત્યારે થાય છે. ઈમોશનલ સીન આવે ત્યારે ઘણા લોકો રડવા લાગે છે. અમુક રિયાલિટી શો અને ગુનાઓ દર્શાવતી સિરિયલોની વાસ્તવિકતાથી અજાણ યુવાનો અને બાળકો તેમાં બતાવવામાં આવેલી ઘટનાઓને સાચી માને છે. તેને પોતાના જીવન સાથે જોડવાનું શરૂ કરે છે. જેના પરિણામો તેમના માટે ઘાતક સાબિત થાય છે. કેટલીકવાર પરિસ્થિતિઓ એટલી નકારાત્મક બની જાય છે કે તેને નિયંત્રિત કરવી મુશ્કેલ બની જાય છે.

સિરિયલો અને સોશિયલ મીડિયાની ઘણી બાબતોની બાળકોના ચરિત્ર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. અમુક બાબતોમાં બતાવવામાં આવેલી વાર્તાઓ પર વિશ્વાસ કરવાથી તેમની માનસિકતા ભ્રષ્ટ થાય છે. તેમજ પરિવાર અને સમાજ પર નકારાત્મક અસર પડે છે. તેથી જ બાળકો માટે મનોરંજનના દૃષ્ટિકોણથી કોઈ શો જોવાનું વધુ સારું રહેશે. ઉપરાંત માતા-પિતાની પણ ફરજ બની જાય છે કે તેઓ તેમના બાળકોને કોઈપણ સિરિયલ કે શો અને તેનાથી સંબંધિત સત્યથી વાકેફ કરે. એટલું જ નહીં, તેના દરેક વર્તન પર નજર રાખવી અને જો તે કંઇક ખોટું કરે છે અથવા કરવાનો પ્રયાસ કરે છે તો તેને સમજાવવા પણ જરૂરી છે.

Facebook Comments Box

Videos

Our Partners