પહેલા હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કર્યું હતું
તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ આપી માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી પણ આપવામાં આવી
સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સંકટ હજુ ટળ્યું નથી
WatchGujarat. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે ખૂબ રાહતનાં સમાચાર આવ્યા છે. જેમાં હવામાન વિભાગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી હટાવી છે. રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. અને અતિશય ભારે વરસાદમાંથી હવે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા આ સંકટ ટળ્યું હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. જોકે આ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પહેલા હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કર્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સાથે આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ આપી માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને પણ સતર્ક કરાયું હતું. જેને પગલે સમગ્ર ગુજરાતમાં NDRFની કુલ 20 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સંકટ હજુ ટળ્યું નથી. અને રાજકોટ, જૂનાગઢ તથા જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના અન્ય શહેરો જેવા કે દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી ઉપરાંત ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ મધ્ય ગુજરાતના શહેરો જેવા કે દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.