ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદને લઈને ગોંડલ બસ સ્ટેન્ડમાં પાણી ભરાતાં પેસેન્જરો રઝળી પડ્યા
સુરેન્દ્રનગર, લીંબડી વઢવાણ, જોરાવરનગર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
આંબળાસ ગામે ધોધમાર વરસાદને પગલે રસ્તા પર નદી વહેતી હોવાનાં દ્રશ્યો સર્જાયા
WatchGujarat. લાંબા વિરામ બાદ ગઈકાલ રાતથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર વરસી રહી છે. જેમાં રાજકોટ શહેરમાં ધીમીધારે 1 ઇંચ વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક ફરી વળી છે. જીલ્લાનાં ગોંડલ અને ધોરાજીમાં તેમજ દેરડી, વાસાવડ, મોવિયા, પચીયાવદર, રાવણા, મેતા ખંભાળિયા, કેસવાળા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ગોંડલ શહેરનાં ઉમવાળા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. અને એક કાર ફંસાઈ હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. જૂનાગઢનાં માંગરોળ-માળિયામાં 4 ઇંચ વરસાદ પડતાં અનેક નદી-નાળા છલકાયા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
https://youtu.be/ND6Gc7h6QBU
ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદને લઈને ગોંડલ બસ સ્ટેન્ડમાં પાણી ભરાતાં પેસેન્જરો રઝળી પડ્યા છે. અવિરત વરસાદથી સેન્ટ્રલ સિનેમા ચોક અને ઉમવાળા અંડર બ્રિજમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને ગોઠણ ડૂબ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં સુરેન્દ્રનગર, લીંબડી વઢવાણ, જોરાવરનગર સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લીંબડીમાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ વરસાદી માહોલને પગલે જિલ્લાનાં ચોટીલામાં હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા છે.
આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં પણ સવારથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અને વેરાવળ, તાલાલા, કોડીનાર, ઉના, ગિરગઢડા તેમજ સુત્રાપાડાનાં પ્રાચીતીર્થ સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ વરસતા મુરઝાતી મોલાતને નવજીવન મળ્યું છે. જેને લઈને ખેડૂતોનાં જીવમાં જીવ આવ્યો છે. આંબળાસ ગામે ધોધમાર વરસાદને પગલે રસ્તા પર નદી વહેતી હોવાનાં દ્રશ્યો સર્જાયા છે. જ્યારે ગીર પંથકમાં પણ ભારે વરસાદ થતાં જંગલી પ્રાણીઓને પણ મોટી રાહત મળી છે.