• રાજકોટના વિડીયોમાં 3 જેટલા બાઈકર્સ બાઈક પર સુતા સુતા પુરપાટ ઝડપે રેસ લગાવતા હોવાનું સામે આવ્યું
  • બાઈકર્સે ગઈકાલે રાત્રીના 11 થી 11.30 વાગયાના અરસામાં રાજકોટ મોરબી હાઇવે પર રતનપર ગામ નજીક પુરપાટ ઝડપે સ્ટંટ કરતા કરતા રેસ લગાવી
  • હાઇવે પર સ્ટંટ કરતા કરતબબાજોનાં કારણે અન્ય વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોય છે

WatchGujarat. શહેરમાં બાઈકર્સ જાણે બેખૌફ બન્યા હોય તે રીતે હાઇવે ઉપર બાઈકમાં સુતા સુતા સ્ટંટ કરીને પુરપાટ ઝડપે બાઇક ચલાવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. રાજકોટ-મોરબી હાઇવે ઉપર ગઈકાલે રાત્રીના 11 થી 11.30 વાગ્યા અરસામાં બાઈકર્સ સ્ટંટ કરતા કરતા રેસ લગાવતા હતા. જે ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનો વિડીયો સામે આવ્યો છે. જેમાં 3 જેટલા બાઈકર્સ બાઈક પર સુતા સુતા પુરપાટ ઝડપે રેસ લગાવતા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ આ બાઈકર્સ ગઈકાલે રાત્રીના 11 થી 11.30 વાગયાના અરસામાં રાજકોટ મોરબી હાઇવે પર રતનપર ગામ નજીક પુરપાટ ઝડપે સ્ટંટ કરતા કરતા રેસ લગાવી જતા હતા. આ દ્રશ્યોને જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

નોંધનીય છે કે હાઇવે પર સ્ટંટ કરતા કરતબબાજોનાં કારણે અન્ય વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. સાથે જ લોકોનાં જીવનું જોખમ પણ વધતું હોય છે. ત્યારે આવા કરતબબાજો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જરૂરી છે. જોકે આ કરતબબાજો રેસ પુરી કરી રતનપર નજીક હાઇવે પર એચપી પેટ્રોલપંપ નજીક ઉભા પણ રહ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આવા કરતબબાજો સામે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud