• રાજકોટ મહાનગરપાલિકા: તા.10 ડિસે. સુધીમાં બીજો ડોઝ લેનારને ઈનામી ડ્રો દ્વારા રૂ. 50 હજારનું ઇનામ આપવાની જાહેરાત
  • રસી આપનાર આરોગ્ય કર્મચારીને પણ રૂ. 21 હજારનું ઇનામ આપવાનો નિર્ણય કરાયો
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકી શકાય તે માટે તમામ નગરજનોને વેક્સીન લેવા માટેની અપીલ કરાઈ

WatchGujarat. બીજા ડોઝનાં વેકસીનેશનની ઝડપ વધારવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આવતીકાલથી તા. 10 ડિસે. સુધીમાં બીજો ડોઝ લેનારને ઈનામી ડ્રો દ્વારા રૂ. 50 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન સૌથી વધુને રસી આપનાર આરોગ્ય કર્મચારીને પણ રૂ. 21 હજારનું ઇનામ આપવાનો નિર્ણય કરાયો છે. આ સાથે મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા અને મ્યુ.કમિશ્નર અમિત અરોરાએ લોકોને શક્ય તેટલી જલ્દી બીજો ડોઝ લેવા આગળ આવવાની અપીલ કરી છે.

મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ આ અંગે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાનો ઉદેશ છે કે શહેરના કોઇપણ નગરજનો કોરોનાની વેક્સીનથી વંચિત ન રહે તેમજ વધારેને વધારે લોકો જાગૃત બને અને વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ ઝડપથી લે. આ માટે લોકોની સાથે જ આરોગ્ય કર્મચારીઓને પણ પ્રોત્સાહન મળે તે માટે આ ઈનામી યોજના જાહેર કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત આવતીકાલે સવારે 9 વાગ્યાથી તારીખ 10-12 સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન રાજકોટ શહેરના નગરજનો વેક્સીનનો બીજો ડોઝ લેશે તેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 50 હજાર સુધીનાં સ્માર્ટફોન લક્કી ડ્રોમાં વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે. તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે રસીકરણ કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ. 21,000નું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

વેક્સિનેશનની સૌથી વધુ કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ.21 હજારનું પ્રોત્સાહન ઇનામ અપાશે આવતીકાલથી સવારે 9 થી તા.10 ડિસેમ્બર સાંજના 6 વાગ્યા સુધીમાં વેક્સિનનો બીજો ડોઝ લેવાનો રહેશે વેક્સિન લેવા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટે.ચેરમેન । પુષ્કર પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા અને મ્યુ.કમિશનર અમિત અરોરાની અપીલ.

વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘હર ઘર દસ્તક’ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.9-11 થી આજ સુધીમાં 29,8042 ઘરના 5,443ને પ્રથમ ડોઝ અને 36,756 લોકોને બીજો ડોઝ ઘર આંગણે જઇને આપવાની કામગીરી કરવામાં આવી છે. ‘હર ઘર દસ્તક’ની કામગીરી હાલ પણ ચાલી રહી છે. ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકી શકાય તે માટે તમામ નગરજનોને વેક્સીન લેવા માટેની અપીલ પણ તેમણે કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud