• શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ સ્પષ્ટ દેખાઇ આવ્યો
  • સ્થાનિક નેતાઓની સાથે બેસવાની હોડમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દબાઈ ગયા !
  • ધારાસભ્ય ગોવિંદ પટેલને સોફા પર જગ્યા ન મળી તો સોફાના હેન્ડ સ્ટેન્ડ ઉપર ગોઠવાઈ ગયા

શહેર ભાજપમાં આંતરિક જૂથવાદનો ચરું લાંબા સમયથી ઉકળી રહ્યો છે. પૂર્વ સીએમ રૂપાણી તેમજ નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં જૂથો રીતસર અલગ જોવા મળી રહ્યા છે. જો કે દિગ્ગજ નેતાઓ દ્વારા મીડિયા સમક્ષ સતત આવું કઈ હોવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ હકીકત વારંવાર સામે આવી રહી છે. આવી જ એક ઘટના નવા મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત સમયે જોવા મળી હતી. રૂપાણીનાં હોમટાઉનમાં નવા મુખ્યમંત્રીની સાથે બેસવા જાણે હોડ લાગી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જેમાં સ્થાનિક નેતાઓની સાથે બેસવાની હોડમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દબાઈ ગયા હોવાનું અને CM પ્રોટોકોલનાં લીરેલીરા ઉડયા હોવાનું જોવા મળ્યું છે. એટલું જ નહીં રૂપાણી સાથે વિવાદ કરનાર ધારાસભ્ય ગોવિંદ પટેલ તો સાથે રહેવા સોફાનાં હેન્ડ સ્ટેન્ડ પર ગોઠવાતા લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

જાણવા મળતી વિગત અનુસાર ખીરસરા ખાતે રહેતા નાથાભાઇ કાલરિયા તેમજ વલ્લભભાઇ વડાલિયાનાં પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટ પહોંચ્યા હતા. પારિવારીક સંબંધને કારણે મુખ્યમંત્રી સાંજના સાડા સાત વાગ્યે રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. અને ત્યાંથી રોડ માર્ગે ખીરસરા પહોંચ્યા હતા. જ્યાં સાંસદ મોહન કુંડારિયા, શહેર પ્રમુખ કમલેશ મિરાણી, મેયર પ્રદિપ ડવ પણ હાજર રહ્યા હતા. બાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગ્રામ્ય વિસ્તારનાં ધારાસભ્ય લાખા સાગઠિયાનાં ઘરે શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા.

આ તકે મુખ્યમંત્રીની બાજુમાં બેસવાની નેતાઓ વચ્ચે હોડ લાગતા ભુપેન્દ્ર પટેલ રીતસર દબાઈ ગયા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ધારાસભ્ય ગોવિંદ પટેલને સોફા પર જગ્યા ન મળી તો સોફાના હેન્ડ સ્ટેન્ડ ઉપર ડાંડા પર ગોઠવાઈ ગયા હતા. જો કે ભાજપ સમર્થકો આ ઘટનાને નવા સીએમની સાદગી ગણાવી રહ્યા છે. અને આ કારણે જ તેઓ પણ કાર્યકરોની જેમ બધા સાથે બેઠા હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ ખરેખર આવું હોય તો દિગ્ગજ નેતાઓએ તો સીએમ પદની ગરિમાને યાદ રાખવી જોઈએ ને.. તે ચર્ચા ભાજપનાં અન્ય જૂથમાં ચાલી રહી છે. સાથે જ ભાજપ પક્ષની શિસ્તતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud