• સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં  ડેપ્યુટી રજીસ્ટ્રાર જોશી 10 વર્ષ પહેલાં સેન્ટ્રલ યુનિ.માં રજીસ્ટ્રાર હતા
  • ગાંધીનગર કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક પત્ર મોકલાયો
  • ખરીદીની સત્તા મારી પાસે હતી જ નહિં. તો ખરીદીનાં નામે આર્થિક ગોટાળાનો કોઈ સવાલ જ નથી – ડૉ.નિતિન પેથાણી

WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અભ્યાસને બદલે હવે વિવાદોનું ઘર બની ચુકી છે. અને સમયાંતરે કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. જે વિવાદમાં કરોડોનાં આર્થિક ગોટાળા અંગે ડે. રજિસ્ટ્રારને શો-કોઝ નોટિસ ફટકારાઈ  છે. જેને લઈ યુનિવર્સિટી ફરીથી ચર્ચાનાં ચકડોળે ચડી છે. સેન્ટ્રલ યુનિ.એ આર્થિક ગોટાળા અંગે પગલાં લેવા પત્ર લખતા કુલપતિ પેથાણીએ ખુલાસો માંગ્યો છે. અને અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં  ડેપ્યુટી રજીસ્ટ્રાર જોશી 10 વર્ષ પહેલાં સેન્ટ્રલ યુનિ.માં રજીસ્ટ્રાર હતા. ત્યારે તેણે નાણાંકીય ઉચાપત કર્યાના આક્ષેપોનો મુદ્દો હવે છેક ગાજ્યો છે. આ ઘટનામાં હવે આ અધિકારી સામે પગલા લેવા સૌરાષ્ટ્ર યુનિ.ને પત્ર લખાયો છે. ગાંધીનગર કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક પત્ર મોકલાયો હતો. જેમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર ગીતેશ જોશી કે જેઓ વર્ષ 2011 અને 2014માં આમંત્રિત રજીસ્ટ્રાર તરીકે હતા ત્યારે નાણાંકીય વ્યવહારોમાં આર્થિક ગોટાળા કર્યાનો ઉલ્લેખ કરાયો છે. રૂ.3 કરોડના ગોટાળાના આક્ષેપો થયાનું ચર્ચાઇ રહ્યું છે.

આ મામલે કુલપતિ ડૉ.નિતિન પેથાણીએ જણાવ્યું કે પત્રમાં અનેક બાબતો લખી છે. જેને લઇ અધિકારીનો ખુલાસો માંગ્યો છે. અને સાત દિવસમાં જવાબનો પણ આદેશ આપ્યો છે. તો ડેપ્યુટી રજીસ્ટ્રાર જી.કે.જોશીનાં કહેવા મુજબ સેન્ટ્રલ યુનિ.માં નાણાંકીય બાબતોને લઇ કોઇ પત્રનો ખુલાસો મને પૂછાયાનું જાણમાં નથી. હું વર્ષ 2011 અને 2014 એમ એક-એક વર્ષ ત્યાં રજીસ્ટ્રાર હતો. જ્યાં ખરીદીની સત્તા મારી પાસે હતી જ નહિં. તો ખરીદીનાં નામે આર્થિક ગોટાળાનો કોઈ સવાલ જ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud