• કોરોનાની બીમારીએ લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કેમ રહેવું તે શીખવ્યું
  • સ્કૂલોમાં 20થી 25 મિનિટનો એક પિરિયડ હેલ્થ માટે નક્કી કરાયો
  • ખાનગી શાળાઓએ અલગ-અલગ ડોક્ટર અને ન્યુટ્રિશન્સની ટીમ બનાવીને વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે – ભરતભાઈ ગાજીપરા

WatchGujarat. કોરોના કાળ બાદ હેલ્થ ઇઝ વેલ્થનું મહત્વ સૌ કોઈને સમજાઈ ગયું છે. કોરોના પછી લોકો પોતાના અને પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ધ્યાન આપતા થયા છે. ઘર કે પછી ઓફિસ હોય કે સ્કૂલ… દરેક જગ્યાએ આરોગ્ય પ્રત્યે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલના સમયમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ છે. જેમાં સૌથી વધુ બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાથી રાજકોટની ખાનગી શાળા સંચાલકોએ પણ આ બાબતે જાગૃતતા દાખવી નવતર અભિગમ અપનાવ્યો છે. જે અંતર્ગત શાળાઓમાં બાળકો માટે ખાસ હેલ્થ પિરિયડ શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ આ હેલ્થ પિરિયડમાં નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા વિદ્યાર્થી ઉપરાંત વાલીઓને પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ ભરતભાઈ ગાજીપરાનાં જણાવ્યા મુજબ, શાળાઓ વિદ્યાર્થીના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બની છે. અને ‘અભ્યાસ પહેલા આરોગ્ય સેવા’નાં સૂત્ર સાથે મોટા ભાગની શાળાઓમાં હેલ્થ પિરિયડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ખાનગી શાળાઓએ અલગ-અલગ ડોક્ટર અને ન્યુટ્રિશન્સની ટીમ બનાવીને વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવાની સાથે સાથે બે-ચાર દિવસના અંતરે મેડિકલ કેમ્પનાં આયોજન થઈ રહયા છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, કોરોનાની બીમારીએ લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કેમ રહેવું તે શીખવ્યું છે. હવે શાળાઓમાં માત્ર કોરોના નહીં પરંતુ બાળકોને કઈ રીતે પોષણ મેળવવા અથવા તો અન્ય બીમારી ન આવે તે માટે વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે અભ્યાસ સાથે હેલ્થને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેને લઈને સ્કૂલોમાં 20થી 25 મિનિટનો એક પિરિયડ હેલ્થ માટે નક્કી કરાયો છે. જેમાં બાળકોને કોરોનાની સાથે અન્ય બીમારીથી પણ કઈ રીતે બચવું તે અંગેની જરૂરી જાણકારી આપવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud