• 17 મી સપ્ટેમ્બરે શિકાગોમાં કિર્તીદાન ગઢવીએ ગળાના માધ્યમથી પરંતુ આમ તો હ્ર્દયના ઊંડાણથી આ રચના રજૂ કરી હ
  • લાડકી પ્રોજેક્ટ અંતર્ગત કોરોના વખતે જેમણે માતા પિતાનું છત્ર ગુમાવ્યું છે એવી અને સૈનિકોની એવી પુત્રી જેમના પિતા નથી એમના શિક્ષણ, ઘડતર વગેરે માટે આર્થિક ભંડોળ ઊભું થશે
  • કાર્યક્રમના પહેલા જ દિવસે રૂ. દોઢ કરોડની માતબર રકમ પણ યોજના માટે એકઠી થઈ

WatchGujarat. જાણીતા ગાયક અને સામાજિક રીતે સક્રિય એવા કિર્તીદાન ગઢવી અત્યારે વિદેશમાં છે. અને લોક સંગીત, ગરબા દ્વારા ભારતીય સંસ્કૃતિ સાથે સંગીતનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન એક નવી જ યોજના એમણે જાહેર કરી છે. જેનો સંબંધ ઢોલના તાલ સાથે જ નહીં, હ્ર્દયના ધબકાર સાથે છે. સૂર સાથે જ નહીં, ઉર એટલે કે દિલની સાથે છે. આ ‘લાડકી પ્રોજેક્ટ’ દ્વારા કોરોનામાં માતા પિતા ગુમાવનાર અને સૈનિકોની 100 દીકરીઓનાં જીવન – ભવિષ્યની સંભાળ લેવામાં આવશે.

સારી ભાવનાથી કરવામાં આવતા કાર્યોમાં દિવ્યશક્તિ મદદરૂપ બને જ છે. તેમાં પણ જ્યારે કોઈ કલાકાર આવા કામમાં નિમિત્ત બને ત્યારે એ વાત વધુ અગત્યની બની જાય છે. કિર્તીદાન ગઢવીએ ગાયેલી જાણીતી રચના છે તેરી લાડકી મેં…કોક સ્ટુડિયોથી લઈને ઘર ઘરમાં વાગતા ગીતોમાં એનું સ્થાન છે. વજ્ર જેવા કઠણ હ્ર્દયવાળો વ્યક્તિ પણ આ ગીત સાંભળીને પીગળી જાય છે. આ ગીતને કેટલાક લોકો તો આધુનિક કાળજા કેરો કટકો… ગીત..પણ ગણાવે છે. એટલે કે પુત્રી પ્રત્યેનો ભાવ આ ગીતમાં છે.

17 મી સપ્ટેમ્બરે શિકાગોમાં કિર્તીદાન ગઢવીએ ગળાના માધ્યમથી પરંતુ આમ તો હ્ર્દયના ઊંડાણથી આ રચના રજૂ કરી હતી. સ્વાભાવિક રીતે ગાયન તો કંઠ અને મુખથી થાય પણ એમાં ભાવ તો અંતરના જ ભળતા હોય છે. કિર્તીદાન ગઢવી આ રચના ગાતા હતા ત્યારે સ્ટેજ પર કેટલીક દીકરી ઓ પહોંચી. તેમજ આ ગીત ગાવામાં એમણે સાથ આપ્યો. અને કેટલીક દીકરીઓ સહિત માતાઓ ભાવ વિભોર થઈને રડી પડયા હતા. સુરની, કંઠની, શબ્દોની કેવી અસર? વતનથી દૂર બેઠેલા ભારતીયો પણ આપણા શબ્દો સાંભળીને પીગળી ગયા હતા. આ શો તો પૂર્ણ થયો પણ ત્યાંથી એક વિચાર શરૂ થયો.

ડલાસમાં તેઓ ભોજન લઈ રહ્યા હતા ત્યારે કિર્તીદાન ભાઈ અને બી  યુનાઈટેડ સંસ્થાના અમિત પાઠકને વિચાર આવ્યો કે, કોરોના કાળમાં તો કેટલી બધી લાડકી અનાથ થઈ હશે?! દેશ માટે સરહદ પર જીવ દઈ દેનાર શહીદોની દીકરી માટે પણ કઈક કરવું જોઈએ. અને કિર્તીભાઇએ ગાયેલા આ ગીતનું નામ નવા પ્રોજેક્ટને અપાયું. લાડકી પ્રોજેક્ટ અંતર્ગત કોરોના વખતે જેમણે માતા પિતાનું છત્ર ગુમાવ્યું છે એવી અને સૈનિકોની એવી પુત્રી જેમના પિતા નથી એમના શિક્ષણ, ઘડતર વગેરે માટે આર્થિક ભંડોળ ઊભું થશે. એનું તમામ સંચાલન બહેનો કરશે. વિદેશથી લઈને ભારતના ગામડાની બહેનો એમાં હિસ્સો લેશે. જ્યારે બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવી રહેશે. પહેલા જ દિવસે રૂ. દોઢ કરોડની માતબર રકમ પણ યોજના માટે એકઠી થઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud