• સ્માર્ટ સીટી હેઠળ 50 ટકા ખર્ચ કેન્દ્ર, 25 ટકા રાજય અને 25 ટકા જે તે બોડી દ્વારા ફાળવવામાં આવે છે
  • રાજકોટની વાત કરીએ તો થોડા સમય અગાઉ મહાનગર સ્માર્ટ સીટી રેન્કીંગમાં 12માં ક્રમે હતું, હાલમાં રાજકોટનો ક્રમ 42મો આવ્યો છે
  • રાજકોટ મહાપાલિકાની સ્માર્ટ સીટી તરીકે છેક ત્રીજા વર્ષે પસંદગી કરવામાં આવી હતી

WatchGujarat.  કેન્દ્રના શહેરી વિકાસ અને હાઉસીંગ વિભાગ દ્વારા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત પસંદ થયેલા 10 શહેરોના ડાયનેમીક રેન્કીંગ જાહેર થયા છે. જેમાં ટોપ-10માં સુરત પ્રથમ અને અમદાવાદ છઠ્ઠા ક્રમે આવેલ છે. તો રાજકોટ મહાનગર સતત સ્માર્ટ સીટી પ્રોજેકટના રીવ્યુ વચ્ચે છેક 42માં ક્રમે આવ્યું છે. સ્થળ પર વધુ કામગીરી થવા છતાં ફાયનાન્સીયલ પ્રોગ્રેસ ઓછો હોવાથી માર્ક કપાયાનું મહાપાલિકાના સુત્રોએ જણાવ્યું છે.

સ્માર્ટ સીટી હેઠળ 50 ટકા ખર્ચ કેન્દ્ર, 25 ટકા રાજય અને 25 ટકા જે તે બોડી દ્વારા ફાળવવામાં આવે છે. સુરતે આ પૈકી 75 ટકાથી વધુ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો હોવાથી ટોચ પર સ્થાન પામેલ છે. રાજકોટની વાત કરીએ તો થોડા સમય અગાઉ મહાનગર સ્માર્ટ સીટી રેન્કીંગમાં 12માં ક્રમે હતું. તે બાદ આ ક્રમ 36 અને 37 આસપાસ રહેતો હતો. હાલમાં રાજકોટનો ક્રમ 42મો આવ્યો છે. તાજેતરમાં જ મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સ્માર્ટ સીટી પ્રોજેકટનો રીવ્યુ કર્યો હતો અને સ્થળ વિઝીટ પણ કરી હતી. 136 કરોડના અટલ સરોવરના ન્યુ રેસકોર્ષ સહિતના વિકાસનું કામ સપ્ટેમ્બરમાં પૂર્ણ થાય તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

રાજકોટ મહાપાલિકાની સ્માર્ટ સીટી તરીકે છેક ત્રીજા વર્ષે પસંદગી કરવામાં આવી હતી. કામો પણ મોડા શરૂ થયા હતા. આજે નવા રીંગરોડ પર વિસ્તારમાં કામોની પ્રગતિ તો દેખાઇ રહી છે. પરંતુ મુખ્ય કામ કરતી એજન્સીએ હજુ બિલ જ મુકયા નથી. સાડા આઠસો કરોડના કામોમાં ફાયનાન્સીયલ પ્રોગ્રેસ માત્ર 34 ટકા છે. સાઇટ ઉપરની સાથે નાણાંકીય પ્રગતિ પણ ખૂબ મહત્વની હોય છે. જે રેકોર્ડમાં રાજકોટનો દેખાવ કેન્દ્રને નબળો લાગ્યો છે. જોકે હવે રેન્કીંગ રોજ જાહેર થાય છે. સ્માર્ટ સીટીના કામમાં પ્રગતિમાં અપડાઉન થતા રહેતા હોય છે. નાણાંકીય વ્યવહારો, પેમેન્ટ અને પ્રગતિની કાર્યવાહી એક સાથે ગતિમાં આવે એટલે રેન્કીંગ ઉપર આવી જાય છે. ત્યારે સપ્ટેમ્બરમાં ધારણા મુજબ અટલ સરોવર ડેવલપમેન્ટ પુરૂ થાય તો 100 સ્માર્ટ સીટીમાં ન્યુ રેસકોર્ષ જેવો પ્રોજેકટ પુરો કરનાર રાજકોટ મહાનગર કદાચ પ્રથમ બની શકે છે.

Facebook Comments Box

Videos

Our Partners