• જસાણી કોલેજ ખાતે યુનિવર્સિટીની ટી.વાય. બી.એ. સેમેસ્ટર 5 માં સંસ્કૃત વિષય સાથે પરીક્ષા આપતો ઉત્તમ મારૂએ અનેક વિદ્યાર્થીઓને ભણવાની પ્રેરણા પુરી પાડી રહ્યો છે
  • ઉતમ મારું દ્રષ્ટિથી દિવ્યાંગ છે, જન્મથી જ નાક, તાળવું અને હોઠ નથી. ચહેરા પર અનેક પ્રકારની સર્જરી અને એક જ કાનથી સંભળાય છે
  • અનેક શારીરિક તકલીફો છતાં પણ ઉત્તમને ભણવાનો શોખ છે, સાથે ગીતાના તમામ 18 અધ્યાય કડકડાટ બોલે છે

 

WatchGujarat. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી રહી છે. અને 53 હજારથી વધુ છાત્રો જુદા-જુદા કોર્ષ માટેની પરીક્ષાઓ આપી રહ્યા છે. ત્યારે એક દિવ્યાંગ વિદ્યાર્થી ઉત્તમ મારૂ પણ ટી.વાય.બી.એ. સેમેસ્ટર 5માં  સંસ્કૃત વિષય સાથે પરીક્ષા આપી રહ્યો છે. ઉત્તમને જન્મથી જ દ્રષ્ટિ-નાક-તાળવું-હોઠ નથી, એટલું જ નહીં તાજેતરમાં સર્જરી થઇ હોવાથી ઉત્તમ યુરિનની કોથળી સાથે રાખીને પોતાની પરીક્ષા આપવા પહોંચ્યો હતો. જેને લઈને ઉપકુલપતિ વિજય દેશાણી સહિત કોલેજનાં પ્રિન્સિપાલ સહિતના સ્ટાફે તેનું સ્વાગત કર્યું હતું. અને તેનાં માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે ઉપકુલપતિએ અભ્યાસક્રમમાં જ ઉતમ મારૂ નામનો પાઠ ઉમેરવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

શહેરની જસાણી કોલેજ ખાતે યુનિવર્સિટીની ટી.વાય. બી.એ. સેમેસ્ટર 5 માં સંસ્કૃત વિષય સાથે પરીક્ષા આપતો ઉત્તમ મારૂએ અનેક વિદ્યાર્થીઓને ભણવાની પ્રેરણા પુરી પાડી રહ્યો છે. ઉતમ મારું કે જે દ્રષ્ટિથી દિવ્યાંગ છે. જન્મથી જ નાક, તાળવું અને હોઠ નથી. ચહેરા પર અનેક પ્રકારની સર્જરી અને એક જ કાનથી સંભળાય છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોવા છતાં પોતાની પરીક્ષા આપવા પહોંચ્યો હતો.

તાજેતરમાં દિવ્યાંગ ઉતમની છાતીમાં શરદી – ઉધરસને લીધે કફ જામ થઇ જતા સર્જરી કરાવવી પડી હોવાથી તેને યુરીનની કોથળી પણ સાથે રાખવી પડે છે. છતાં ઉત્તમ જસાણી કોલેજમાં પરીક્ષા આપી રહ્યો છે. ત્યારે આજે ઉત્તમને બિરદાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ ડો. વિજય દેસાણી જસાણી કોલેજ ખાતે આવ્યા હતા. અને અભ્યાસક્રમમાં ઉત્તમ મારૂ નામનો પાઠ ઉમેરવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અનેક શારીરિક તકલીફો છતાં પણ ઉત્તમને ભણવાનો શોખ છે. સાથે ગીતાના તમામ 18 અધ્યાય કડકડાટ બોલે છે. સાથે પાણીની સૂત્રો પણ ઉત્તમને કંઠસ્થ છે. ઉપરાંત ગાયન – વાદનમાં પારંગત અને તમામ વાદ્યો પણ ઉત્તમ સારી રીતે વગાડી શકે છે. જીવનમાં અનેક મુશ્કેલીઓ હોવા છતાં આ દિવ્યાંગ વિદ્યાર્થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ.માં અભ્યાસ કરી રહ્યો છે. જેને લઈને ઉપકુલપતિએ તેની ભારોભાર પ્રશંસા કરી હતી. અને ભણવાથી દુર ભાગતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ પ્રેરણા રૂપ હોવાનું જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud