• વડોદરા-સુરતમાં ફૂટવેર વેપારીઓનું વિરોધ પ્રદર્શન
  • જીએસટી દર 5 ટકા જ યથાવત રાખવાની માંગ સાથે વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર

Watchgujarat.કાપડ ઉપર જીએસટી દર 5 ટકાથી 12 ટકા વધારવાના મુદ્દે સુરત સહિત દેશભરના વેપારીઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું.શુક્રવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ ઉપર જીએસટી દર 5 ટકા જ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો હતો જેને લઈને કાપડ વેપારીઓ ખુશખુશાલ થઇ ગયા છે જોકે હવે આ જ મુદ્દો લઈને એટલે કે જીએસટી દર 5 ટકા જ યથાવત રાખવાની માંગ સાથે ફૂટવેયરના વેપારીઓ મેદાનમાં આવી ગયા છે અને આજે સવારે ઉધના વિસ્તારમાં ફૂટવેયરના વેપારીઓ દ્વારા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત સહિત વડોદરા અને રાજકોટમાં પણ ફુટવેર એસોસીએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. વેપારીઓએ બેનરો સાથે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

ઓલ ઇન્ડિયા ફૂટવેર એસોસિએશનના આહવાન બાદ ગુજરાત ફૂટવેર એસોસિએશનના બેનર હેઠળ સુરત ફૂટવેર એસોસિએશનના નેતૃત્વમાં અરિહંત ફૂટવેર એસોસિએશન દ્વારા આજે સવારે ઉધના ખાતે ફૂટવેરના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો હતું.

અરિહંત કોમ્પ્લેક્ષ ફૂટવેર એસોસિએશન દ્વારા ઉધના બસ સ્ટેન્ડ પાસે ભેગા થઇ વેપારીઓ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ નોધાવવામાં આવ્યું હતું. વેપારીઓનું કહેવું હતું કે સરકાર દ્વારા પહેલી જાન્યુઆરીથી ફૂટવેર ઉપર જીએસટી દર 5 ટકાથી વધારી 12 ટકા કરી દેવામાં આવ્યું છે.

જેથી તેઓએ માંગ કરી હતી કે જીએસટી દર 5 ટકા જ યથાવત રાખવામાં આવે,જો અમારી માંગણીઓ પુરી નહીં કરવામાં આવશે તો આંદોલનના ભાગરૂપે સડકથી લઇ સદન સુધી જઈશું.તેવી ચીમકી ઉચ્ચારી હતી.જીએસટી દર 5 ટકા જ યથાવત રાખવાની માંગ સાથે વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યું હતું.જેમાં ઉધના તેમજ વરાછા અને ભાગળ સહિતના ફૂટવેરના વેપારીઓ જોડાયા હતા.

બીજી તરફ વડોદરા ફુટવેર એસોસીએશન દ્વારા પણ આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે જીવનજરૂરિયાતની વસ્તુ પર જીએસટી દર વધારવાથી મુશ્કેલી પડી રહી છે. એક બાજુ કાચા માલનાં ભાવમાં વધારો થયો છે જેને લઇને ફુટવેરના વેપારીઓ પહેલેથી જ મુશ્કેલીમાં હતા અને આવા સમયે જ્યારે કોરોના કાળમાં ધંધો ધીમો ચાલી રહ્યો છે ત્યારે જો જીએસટી દર 12 ટકા રહેશે તો ફુટવેર વેપારીઓ જમીન પર આવી જશે અને લોકો પાયમાલ થઇ જશે.

જ્યારે રાજકોટમાં પણ કાપડ બાદ હવે ફૂટવેરનાં વેપારીઓએ વિરોધ કર્યો હતો GSTનો વધારો પરત લઈ 5% કરવાની માંગ સાથે વેપારીઓએ બેનરો સાથે રસ્તા પર સુત્રોચ્ચાર કર્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud