• ટી-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને દ.આફ્રિકા જેવી ટીમો  સામે મેચ રમશે
  • રાજકોટમાં યોજાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચ, 15 જૂન,2022ના રોજ યોજાશે મેચ
  • T-20 મેચ પહેલા યુએઈ અને ઓમાનની મેજબાનીમાં 17 ઑક્ટોબરથી T-20 વર્લ્ડકપનું આયોજન થશે
  • ભારત આ ICC ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ 24 ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમશે

WatchGujarat. દેશ અને ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાતના રાજકોટ શહેરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચ રમાશે. મળતી માહિતી મુજબ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચ પહેલા યુએઈ અને ઓમાનની મેજબાનીમાં 17 ઑક્ટોબરથી T-20 વર્લ્ડકપનું આયોજન થવાનું છે. ભારત આ ICC ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ 24 ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. ભારતીય ક્રિકેટ ટીમની આ સીરીઝ માટે અગાઉથી જ કાર્યક્રમ ઘડી દેવાયો છે.

રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી

પ્રાપ્ત વિગતો અનુસાર T-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ઘણી ટીમો સામે મેચ રમશે. જેમા ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો સામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમની આ સીરીઝ માટે પહેલાથી જ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. આજે આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે. ખાસ કરીને રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે. 15 જૂન-2022 નાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે T-20 મુકાબલો રમાશે. મહત્વનુ છે કે આ પહેલા રાજકોટમાં 17 જાન્યુઆરી-2020 માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાઇ હતી. પરંતુ કોરોના મહામારીના કારણે ક્રિકેટ કેલેન્ડર ખોરવાઈ ગયું હતું. જો કે હવે કોરોનાનાં કેસોમાં ઘટાડો થતા ફરી ક્રિકેટનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે. જેમાં આગામી 15 જૂન 2022ના રોજ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.

IPL નાં બીજા તબક્કાની થઈ શરૂઆત

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વિશ્વની સૌથી લોકપ્રિય લીગ IPL નાં બીજા તબક્કાની શરૂઆત થઇ ગઇ છે. ગત રોજ એટલે કે રવિવારથી શરૂ થયેલી IPL લીગનાં બીજા તબક્કાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાઇ હતી. જેમાં સેન્નઈ સુપર કિંગ્સે મેચ પોતાના નામે કરી હતી. આ મેચમાં CSK નાં ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે ધમાકેદાર બેટિંગ કરી પોતાની ટીમને એક સમ્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. અને તેની બેટિંગનાં દમ પર CSK એ MI ને 20 રને માત આપી પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે. ત્યારે હવે આગામી ટી-20 વર્લ્ડકપની પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud