જોખમી સ્ટંટ કરતા તરૂણો જાનને કેવી રીતે જોખમમાં મૂકે છે તે દર્શાવતો વધુ એક વિડીયો બહાર આવ્યો
આ તરૂણો આજી ડેમની પ્રતિબંધિત જાળીની ઉપર ચડી વિડીયો ઉતારે છે
વિડીયો વાયરલ થતા આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી
બપોરના સમય દરમ્યાન બે તરૂણોએ જાનની બાઝી લગાવી આજી ડેમની જાળી પર ચડી જોખમી સ્ટંટ કરતા વિડીયો ઉતારી વાયરલ કર્યા
WatchGujarat. મીડિયા ઉપર અવનવા વિડીયો મૂકવાની ઘેલછામાં જોખમી સ્ટંટ કરતા તરૂણો જાનને કેવી રીતે જોખમમાં મૂકે છે તે દર્શાવતો વધુ એક વિડીયો બહાર આવ્યો છે. જેમાં આ તરૂણો આજી ડેમની પ્રતિબંધિત જાળીની ઉપર ચડી વિડીયો ઉતારે છે. આ વિડીયો વાયરલ થતા આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી છે. આજી ડેમ પર બપોરના સમય દરમ્યાન બે તરૂણોએ જાનની બાઝી લગાવી આજી ડેમની જાળી પર ચડી જોખમી સ્ટંટ કરતા વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા.
બનાવને પગલે આજી ડેમ પોલીસ મથકના પીઆઈ વિક્રમસિંહ ચાવડાએ જણાવ્યું હતું, કે બે તરૂણોએ પ્રતિબંધિત વિસ્તારમાં જાળી ઉપર ચડી જોખમી સ્ટંટ કર્યા હોય જે અંગે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વિડીયોમાં જોતા બંને તરૂણોના હાથમાં બેગ હોય કોલેજીયન યુવાનો હોય તેવી શંકા સેવાઈ રહી છે. આ પગેલા પણ મોરબી હાઈવે પર ધૂમ બાઈક સવારે સૂતા સૂતા બેફામ બાઈક ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે વધુ એક જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થતા પોલીસ ફરી દોડતી થઈ છે.