• મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાની સૂચના અનુસાર રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું
  • જુદા-જુદા 8 સ્થળનાં ગેરકાયદેસર દબાણો દૂર કરીને રૂ.14 કરોડથી વધુ જમીન ખુલ્લી કરાવવામાં આવી
  • ડિમોલિશનની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ અને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો

WatchGujarat. શહેરનાં રેલનગરમાં આવેલા રામેશ્વર પાર્કમાં મનપા દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોમન પ્લોટ પર બનેલા શિવ મંદિરને દબાણ હટાવ શાખાએ તોડી પાડ્યું હતું. દરમિયાન સ્થાનિક લોકો મંદિરના ઓટા પર બેસી જતા પોલીસે સમજાવટ દ્વારા મામલો થાળે પાડ્યો હતો. અને બાદમાં પોલીસનાં ચૂસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કરાયું હતું. આ તકે લોકોએ સ્થાનિક કોર્પોરેટરો પર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમારો વિસ્તાર વોર્ડ નં.3માં આવે છે. આ અંગે કોર્પોરેટરોને ફોન કરતા તમામનો ફોન બંધ આવ્યો હતો. જો કે બાદમાં મહિલાઓએ હર હર શંભુ ભોળાની ધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.3, 7, 13, 17નાં વિવિધ સ્થળ પર થયેલા દબાણ દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જુદા-જુદા 8 સ્થળનાં ગેરકાયદેસર દબાણો દૂર કરીને રૂ.14 કરોડથી વધુ જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. સાથે જ એક ઈમારતની અગાસી પર થયેલું વધારાનું અનઅધિકૃત બાંધકામ દૂર કરાવ્યું હતું.

આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનિંગ શાખા સેન્ટ્રલ ઝોનના આસી. ટાઉન પ્લાનર પી.ડી. અઢીયા, આસી. એન્જી. ઋષિ ચૌહાણ, ઋષિકેશ ડાંગર, જયદીપ ચૌધરી સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. સાથે-સાથે સેન્ટ્રલ ઝોનની જગ્યા રોકાણ શાખાના ઇન્સ્પેક્ટરો, રોશની, ફાયરબ્રિગેડ, પણ સ્ટાફ સાથે સ્થળ પર હાજર રહ્યા હતા. ડિમોલિશનની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ અને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

ભાજપ નાં 4 કોર્પોરેટર વિસ્તારમાં ચુટાયેલા હોવા છતાં અહીંના આસ્થાનું કેન્દ્ર ગણાતા મહાદેવનું મંદિર તોડી પાડવામાં આવતા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હતી. અને તેમજ વિસ્તારનાં કોર્પોરેટરો પ્રત્યે ખુબ જ રોષ જોવા મળ્યો હતો. અને અન્ય ગેરકાયદેસર બાંધકામ હોય ત્યા કેમ કોઈ કાર્યવાહી નથી કરતા ? હિન્દુ ધર્મ પર જ હંમેશા આવી જોહુકમી શા માટે ? સહિતનાં અનેક સવાલો લોકોએ ઉઠાવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud