જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન પરવિંદરસીંગ રાજકોટ આવ્યો હતો
દરરોજ સવાર અને સાંજ પોશ એરીયામાં આવેલા બંધ બંગલા અને મકાનની રેકી કર્યા બાદ મોડી રાત્રે પગપાળા જઈ ચોરી કરતો
પોલીસ તત્કાળ તેને ઝડપી લઈ તેની પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલો ગણેશીયો, ડીસમીસ સહિતનો સામાન કબ્જે કર્યો
WatchGujarat. પોલીસે એક અનોખા તસ્કરને ઝડપી લીધો છે. મૂળ પંજાબનો આ શખ્સ છેલ્લા બે મહિનાથી ગેસ્ટ હાઉસમાં વેપારી તરીકે રહેતો હતો. તેમજ મોજશોખ પુરા કરવા માટે શહેરનાં પોશ સોસાયટીમાં આવેલા બંધ બંગલા અને મકાનમાં રાત્રે ત્રાટકી ચોરી કરતો હતો. જો કે પોલીસે પરવિંદરસીંગ ઉર્ફે જશબીરસીંગ અમરસીંગ ચીડા નામના આ શખ્સને ઝડપી પાડી ડોલર, દીરહામ જેવા વિદેશી ચલણ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ, જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન પરવિંદરસીંગ રાજકોટ આવ્યો હતો. દરરોજ સવાર અને સાંજ પોશ એરીયામાં આવેલા બંધ બંગલા અને મકાનની રેકી કર્યા બાદ મોડી રાત્રે પગપાળા જઈ ચોરી કરતો. ફળીયામાં પડેલા જુના અખબારો અને કચરાના આધારે કેટલા સમયથી મકાન કે બંગલો બંધ છે તેનો અંદાજ કાઢયા બાદ નજીકમાં કોઈ ચોકીદાર કે સીસીટીવી કેમેરા છે કે કેમ તેની ખાત્રી કર્યા બાદ મોડી રાત્રે ચોરી કરવા ત્રાટકતો હતો. એકાદ માસ પહેલા બીગબજાર પાછળ ગુલાબનગર સોસાયટીમાં આવેલા એનઆરઆઈના બંગલામાં ત્રાટકી તેણે રૂા.50 હજાર રોકડા, સોનાનો હાર, સોના જેવા દેખાતા પાટલા, ડોલર, દીરહામ સહિતના વિદેશી ચલણ ઉપરાંત લેડીઝ ઘડીયાલ અને સોનાની વિંટીની ચોરી કરી હતી. જે અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા તેના સ્ટાફે સીસીટીવી ફુટેજ ચકાસતા પરવિંદરસીંગની ઓળખ મળી હતી.
સીસીટીવીમાં પરવિંદરસીંગ બેથી ત્રણ દિવસથી સવાર, સાંજ રેકી કરતો હોવાનું દેખાયું હતું. જેથી આ ફુટેજ બાતમીદારોને બતાવતા પરવિંદરસીંગ સત્યસાંઈ મેઈન રોડ પરની સોસાયટીમાં રેકી કરવા આવતાં બાતમીદારો દ્વારા તરત પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ તત્કાળ તેને ઝડપી લઈ તેની પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલો ગણેશીયો, ડીસમીસ ઉપરાંત એનઆરઆઈના બંગલોમાંથી ચોરી કરેલ સોનાનો બે તોલાનો હાર, સોના જેવી ધાતુવાળા બે પાટલા, વિદેશી ચલણ, કોઈ પકડવા આવે તો તેની આંખમાં છાંટવા માટે સાથે રાખેલી મરચાની ભુકી, ત્રણ મોબાઈલ વગેરે કબ્જે કર્યા છે.
પુછપરછમાં આરોપીએ પોતે જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન સત્યસાંઈ રોડ પાસે આવેલ સાંઈનગર શેરી નં-૧ માં આવેલા મકાનમાં ચોરી કરવા ઘુસ્યાનું પરંતુ સામેના મકાનની લાઈટ ચાલુ થઈ જતા ભાગી ગયાનું, સત્યસાંઈ રોડ પાસે આવેલી સિલ્વર એવન્યુ સોસાયટી શેરી નં-પ માં આવેલ ઘનશ્યામ નામના બંગલામાં પણ ચોરી કરવા ઘુસ્યાનું પરંતુ ચોકીદાર જાગી જતા ભાગી ગયાનું, એસ્ટ્રોન સોસાયટી શંરી નં-૧ માં બંસલ નામના બંગલામાં ચોરી કરવા ઘુસ્યાનું પરંતુ કોઈ જાગી જતા અને અવાજ થતા ચોરી કર્યા વગર ભાગી ગયાનું પણ કબૂલ્યું છે. સાથે જ પોતે કેફી દ્રવ્યોનો બંધાણી હોવાથી મોજશોખ પુરા કરવા ચોરીઓ કરતો હોવાનું જણાવ્યું હતું.