એરપોર્ટ નજીક આવેલી પત્રકાર સોસાયટીમાં રહેતા અને પ્લાસ્ટિકનાં દાણાનો વ્યવસાય કરતા વ્હોરા વેપારી મોસીનભાઈ પટેલ તેના પરિવાર સાથે રાજસ્થાન ગયા
દરમિયાન ચોરો તિજોરીમાં રાખેલી રૂ. 23 લાખની રોકડ તથા રૂ. 14 લાખના દાગીના લઇ ગાયબ થયા
28નાં રોજ સાયકલ ઉપર આવેલા શખ્સો ઘરમાં પ્રવેશ્યા હોવાનું જોવા મળતા પોલીસે આ તસ્કરોની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી
WatchGujarat. શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે. તેમજ પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજસ્થાન ફરવા ગયેલા પરિવારનાં બંધ મકાનમાં ચાર દિવસ પહેલા જ તસ્કરો ત્રાટકયા હતા. જો કે આજે પરિવાર પરત ફરતા ચોરી થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આ પછી આસપાસનાં સીસીટીવી ચેક કરતા તસ્કરો તેમાં કેદ થયા હોવાનું સામે આવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
https://twitter.com/WatchGujarat/status/1433407557905764352?s=20
જાણવા મળતી વિગત મુજબ એરપોર્ટ નજીક આવેલી પત્રકાર સોસાયટીમાં રહેતા અને પ્લાસ્ટિકનાં દાણાનો વ્યવસાય કરતા વ્હોરા વેપારી મોસીનભાઈ પટેલ તેના પરિવાર સાથે રાજસ્થાન ગયા હતા. આજરોજ ચારેક દિવસ બાદ તેઓ પરત આવતા ઘરમાં તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેને લઈને તપાસ કરતા તિજોરીમાં રહેલી રૂ. 23 લાખની રોકડ તેમજ રૂ.14 લાખના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે વેપારી દ્વારા જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે આસપાસનાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. જેમાં ગત તા. 28નાં રોજ સાયકલ ઉપર આવેલા શખ્સો ઘરમાં પ્રવેશ્યા હોવાનું જોવા મળતા પોલીસે આ તસ્કરોની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. જો કે બનાવને ચારેક દિવસ વીતી ગયા હોય આરોપીઓ રાજ્ય બહાર નાસી ગયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ તો પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તસ્કરોનાં સગડ મેળવવા તપાસ શરૂ કરી છે. જો કે શહેરનાં પોષ વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને પોલીસનાં રાત્રી પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.